પશ્ચિમ રેલવેના સ્ટેશનો પર થૂંકનારને 500 રુપિયાનો દંડ
પાલિકાના ક્લીન અપ માર્શલ્સ કાર્યવાહી કરશે
અગાઉ ૧૦૦-૨૦૦ રુપિયા દંડ લેવાતો હતો, છતાં ગંદકી ચાલુ રહેતાં રકમ વધારાઈ
મુંબઈ - પશ્ચિમ રેલવે સ્ટેશનો પર થૂંકીને ગંદકી ફેલાવનારાઓને ૫૦૦ રૃપિયા દંડ ફટકારશે. આ કાર્યવાહી પાલિકાના ક્લીન અપ માર્શલ કરશે. અત્યાર સુધી થૂંકનાર પાસેથી ૧૦૦થી ૨૦૦ રૃપિયા દંડ લેવાતો હતો.
સ્ટેશનોમાં ટ્રેન ઉપર ગમે ત્યાં પાન, ગુટખા અ ને તમાકુ ખાઈને થૂંકનારા પ્રવાસીઓને કારણે ગંદકી અને દુર્ગંધ તો પ્રસરે જ છે સાથે સાથે પ્રવાસીઓના આરોગ્યનો પ્રશ્ન ઊભો થાય છે. સ્વચ્છતા અભિયાનોમાં મોટો ખર્ચ થાય છે તેમ છતાં સ્ટેશનો પર સ્વચ્છતા દેખાતી નથી.
થોડા મહિના પૂર્વે સ્ટેશનો પરથૂંકનારા પ્રવાસીઓ સામે કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી પણ હવે કોઈપણ જાતની કાર્યવાહી થતી ન હોવાથી પ્રવાસીઓ બેશિસ્ત થઈ ગયા છે.કર્મચારીઓ દરરોજ ડાઘ સાફ કરે છે અને બીજા દિવસે ફરીથી ગંદકીની સ્થિતિ જોવા મળે છે. તેથી હવે પશ્ચિમ રેલવેએ દંડાત્મક કાર્યવાહી રેૈલવે કાયદાની કલમ ૧૯૮ હેઠળ કરીને ૫૦૦ રૃપિયા દંડ વસૂલવાનો નિર્ણય લીધો છે.