સીબીઆઈની લૂક આઉટ નોટિસ સામે રીયા ચક્રવર્તીની કોર્ટમાં અરજી
3 વર્ષથી સમન્સ અપાયા નથી,આરોપનામું પણ દાખલ થયું ન હોવાની રિયાની દલીલ
મુંબઈ : અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુની તપાસ સંબંધી કેસમાં સીબીઆઈએ જારી કરેલી લુક આઉટ નોટિસને અભિનેત્રી રિયા ચક્રવર્તીએે બોમ્બે હાઈ કોર્ટમાં પડકારી છે.
ાજપૂત ૧૪ જૂન ૨૦૨૦ના રોજ બાંદરામાં તેના નિવાસસ્થાને મૃતાવસ્થામાં મળી આવ્યો હતો અને તેના પિતાએ જુલાઈમાં બિહારપોલીસમાં રિયા સામે આરોપ મૂકતી પોલીસ ફરિયાદ કરી હતી. સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ અને તેના પરિવારજનોએ સિંહને આત્મહત્યા માટે પ્રેરીત કર્યાનો આરોપ કરાયો હતો.
અરજીમાં રિયાએ પરિપત્રક રદ કરવાની દાદ માગી હતી અને અલાયદી અરજીમાં સર્ક્યુલરને તાત્કાલિક સ્થગિત કરવાની માગણી કરી હતી કેમ કે તેણે વ્યાવસાયિક કાર્યક્રમ માટે વિદેશ જવું પડતું હોય છે.
સીબીઆઈએ એફઆઈઆર નોંધ્યાને અને લુક આઉટ નોટિસ જારી કર્યાને ત્રણ વર્ષ થયા છે અને હજી કોઈ પ્રગતિ સધાઈ નથી એમ તેના વકિલે કોર્ટને જણાવ્યું હતું. સીબીઆઈઅરિયાને ક્યારેય સમન્સ જારી કર્યા નથી અને આરોપનામું પણ દાખલ કર્યું નહોવાનું કોર્ટને જણાવાયું હતું.
સીબીઆઈએ અરજીના જવાબમાં સોગંદનામું નોંધાવ્યું હોવાનું સીબીઆઈના વકિલે કોર્ટને જણાવતાં કોર્ટે રિયાએ અગાઉ વિદેશ પ્રવાસ કર્યો હતો કે કેમ તેની જાણકારી માગી હતી.
ડ્રગ કેસમાં જામીન મેળવ્યા બાદ રિયાને ે વિશેષ એનડીપીએસ કોર્ટે વિદેશ જવાની પરવાનગી આપી હતી, પણ સીબીઆઈની લુઆઉટ નોટિસને લીધે જઈ શકી નહોતી. કોર્ટે સુનાવણી ૨૦ ડિસેમ્બર પર રાખી છે.