Get The App

અંધેરી સહાર વિલેજમાં પાણીની તંગી સામે રહીશોનો મોરચો

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
અંધેરી સહાર વિલેજમાં પાણીની તંગી સામે રહીશોનો મોરચો 1 - image


પાણી જોડાણોનું  ઓડિટ કરવાની માગણી

બીએમસી અધિકારીઓની મીલીભગતમાં ગેરકાયદે જોડાણો અપાતાં પાણીની તકલીફ

મુંબઈ - અંધેરીના સહાર વિલેજના સ્થાનિક રહેવાસીઓ અને સ્થાનિક સંસ્થા વાચડોગ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા આ વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત સામે મંગળવારે  સવારે કે વોર્ડની બીએમસી ઓફિસ સુધી મોરચો કાઢવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ ભાગ લીધો હતો. આ વિસ્તારોમાં પીવાના પાણીની અછતને દુર કરવા અને પાણીના કનેકશનનું ઓડિટ કરવાની માગણી કરાઈ હતી. 

 સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે, 'પાણીની સતત કટોકટીનું મુખ્યત્વ કારણ ગેરકાયદેસર પાણીનંવ જોડાણ છે. ખાનગી પ્લમ્બર દ્વારા બીએમસીઅધિકારીઓ સાથે મળીને, યોગ્ય મંજૂરી પ્રક્રિયાઓનું પાલન કર્યા વગર કનેકશનઆપવામાં આવ્યું છે. આ અનધિકૃત જોડાણો કાયદેસરના ગ્રાહકોને તેમના યોગ્ય પાણી પુરવઠાથી વંચિત રાખે છે. એટલું જ નહીં પણ પ્રશાસનને પણ આવકનું નોંધપાત્ર નુકસાન થઈ રહયું છે. એથી અમારી માગણી છે કે સહાર વિલેજમાં તમામ પ્રકારના ગેરકાયદેસર પાણીના કનેકશનતાત્કાલિક કાપી નાખવામાં આવે. તેમ જ અનધિકૃત કનેકશનને ઓળખવા માટે વિસ્તારના તમામ પાણીના કનેકશનોનું વિશેષ ઓડિટ કરવામાં આવે. 

એ ઉપરાંત ગેરકાયદેસર પાણી પુરવઠાની સુવિધામાં સામેલ બીએમસી અધિકારીઓ અને ખાનગી પ્લમ્બરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મોરચા દ્વારા પ્રશાસન આ બાબતે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને વહેલી તકે સુધારાત્મક પગલાં લેવામાં આવે એવી માગણી કરી છે.


Google NewsGoogle News