Get The App

મુંબઈને માંડ 20 જ દિવસ ચાલે તેટલું પાણી જળાશયોમાં બચ્યું

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
મુંબઈને માંડ 20 જ દિવસ ચાલે તેટલું પાણી જળાશયોમાં બચ્યું 1 - image


5માંથી 7 જળાશયનાં તળિયાં દેખાઈ ગયાં

અપર વૈતરણા અને ભાતસામાં જથ્થો 0 થઈ ચૂક્યો છેઃ હાલ 10 ટકા કપાત છે પરંતુ વરસાદ ખેંચાશે તો જળસંકટ વિકટ બનશે

મુંબઇ :  મુંબઇમાં અપેક્ષા મુજબ ચોમાસુ શરૃ ન થતા મુંબઇગરાઓ ચોમાસાની અને મૂસળધાર વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે મુંબઇગરા માટે માઠા સમાચાર છે. મુંબઇને પાણી પુરવઠો પુરો પાડતા સાત તળાવોમાં પાણીનો ફક્ત ૫.૩૮ ટકા જ જથ્થો બચતા જો આગામી દિવસોમાં સાતેય  જળાશયમાં સંતોષજનક વરસાદ નહી પડે તો મુંબઇ પરનું પાણી સંકટ વધુ વિકટ બને તેવી શક્યતા નિર્માણ પામી છે. 

મુંબઇને પાણી પુરવઠો પુરો પાડતા સાત જળાશયમાંથી પાંચના તળીયા દેખાઇ રહ્યા છે. જ્યારે બે ડેમમાં તો પાણીનો શૂન્ય જથ્થો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈને આટલું પાણી માંડ ૨૦ દિવસ ચાલ ેતમ છે. પાણીના સંભવિત સંકટને ધ્યાનમાં રાખી મુંબઇ મહાનગર પાલિકાએ પહેલી જૂનથી ૧૦ ટકા પાણીકાપ શરૃ કર્યો છે.

મુંબઇને મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, વિહાર, તુલસી અને રાજ્ય સરકારના અપર વૈતરણા, ભાતસા એમ કુલ સાત તળાવોમાંથી પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. આ તળાવોની જળસંગ્રહ કરવાની ક્ષમતા ૧૪,૪૭.૩૬૩ એમએલડી છે. આ તળાવોમાંથી દરરોજ પાઇપલાઇન વાટે મુંબઇગરાઓને પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. સમયસર વરસાદ ન પડવો, વધેલી ગરમી/ ઉષ્ણતામાન, પાણીનું મોટા પ્રમાણમાં થતું  બાષ્પીભવન, પાણીની વધતી માગણી જેવા પરિબળોને લીધે તળાવોનો પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે. હાલ મુંબઇને પાણી પુરવઠો મળે છે તે તળાવોમાં ફક્ત ૨૦ થી ૨૨ દિવસ પૂરો પાડી શકાય તેટલો જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે અપરવૈતરણા અને ભાતસા તળાવમાં હાલ શૂન્ય પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ પાણીનો  ૭૭૫૮૧ એમલડી જથ્થો જ ઉપલબ્ધ છે. દરરોજ ૩૮૦૦ એમએલડી પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે, જેમાં ૧૦ થી ૧૫ ટકા પાણી કપાત કરવામાં આવી છે તેથી આગામી થોડા દિવસોમાં સંતોષજનક વરસાદ નહીં પડે તો મુંબઇનું પાણી સંકટ વધુ વિકટ બનશે તેવું કહેવાય છે.

સાત જળાશયોમાં હાલનો પાણીનો જથ્થો

અપર વૈતરણા શૂન્ય ટકા

ભાતસા શૂન્ય ટકા

મોડક સાગર ૧૫.૭૩ ટકા

મધ્ય વૈતરણા ૯.૬૪ ટકા

વિહાર ૧૭.૯૨ ટકા

તુલસી ૨૪.૪૬ ટકા

તાનસા ૨૨.૦૫ ટકા



Google NewsGoogle News