મુંબઈમાં ભૂલાં પડેલાં અલભ્ય યુરેશિયન ગ્રિફન ગીધનું રેસ્ક્યૂ
વડાલામાં એક કમ્પાઉન્ડમાં બેહોશ મળ્યું હતું
રસ્તો ભૂલીને અહીં પહોંચ્યું હોવાનું અનુમાનઃ મુંબઈમાં આ ગીધના રેસ્ક્યૂનો પહેલો બનાવ
મુંબઈ : મુંબઈમાં ભાગ્યે જ દેખાતાં અલભ્ય યુરશિયન ગ્રિફન ગીધનું તાજેતરમાં રેસ્ક્યૂ કરાયું હતું. આ ગીધ ે ૧૩મી ડિસેમ્બરે વડાલા સ્થિત મહારાષ્ટ્ર સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના કમ્પાઉન્ડમાં ઘાયલ અવસ્થામાં મળી આવ્યું હતું.
આ પક્ષી બેહોશીની હાલતમાં હતું અને ડિહાઇડ્રેશનનાલક્ષણો દેખાતા હતા. વન્યજીવનના કલ્યાણ માટે કાર્યરત સંસ્થાના સ્વયં સેવકોને બોલાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે પક્ષી પાણીથી તરસથી અને પોતાના માર્ગ બાબતમાં ગૂંચવાઈ જઈને દિશાહીન બની ગયું હતું અને ભૂલું પડી ગયું હતું તેવું સ્વયંસેવી સંસ્થાના સ્વયંસેવકે કહ્યું હતું.
આ સંસ્થાના સ્થાપક અને પ્રમુખે કહ્યું કે 'મુંબઈ મેટ્રોપોલિટન રિજિયનમાં ગીધની ગ્રિફન પ્રજાતિને બચાવવાનો પ્રથમ નોંધાયેલો પ્રયાસ છે.
થોડા દિવસ સુધી વેટરનરી ડોક્ટરનો દેખરેખ હેઠળ સંસ્થાએ ગીધને રાખ્યું હતું. તેમણે વન વિભાગને પણ જાણ કરી હતી. ગીધની આ પ્રજાતિ ભારતની ટોચની સુરક્ષિત પ્રજાતિમાં સમાવેશ કરાયો છે. પક્ષીઓને જોવાનો શોખ ધરાવનારા બર્ડ વોચરે કહ્યું કે 'મુંબઈ ક્ષેત્રમાં સામાન્ય રીતે યુરેશિયન ગ્રિફન ગીધ જોવા મળતું થી. ઉત્તર-મધ્ય ભારતમાં આ પ્રજાતિ વધુ હોય છે. અન્ય ગીધોની જેમ આ ગીધ પણ પ્રાણીઓના મૃતદેહ પર નભે છે.
વડાલાના એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીના કમ્પાઉન્ડમાંથી બચાવવામાં આવેલા ગીધને સોમવારે કુદરતી વાતાવરણમાં મુક્ત કરાયું હતું.
વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના ચોથા શિડયુલમાં ગીધની આ પ્રજાતિને સુરક્ષિત શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી છે.