પનવેલમાં રસ્તો ભૂલી જતાં જંગલમાં ખોવાઈ ગયેલાં 8 સહેલાણીઓનો બચાવ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
પનવેલમાં  રસ્તો ભૂલી જતાં જંગલમાં ખોવાઈ ગયેલાં 8 સહેલાણીઓનો બચાવ 1 - image


વાતાવરણ ધૂંધળું થઈ જતાં દિશાનો ખ્યાલ જ ન આવ્યો

ટ્રેકિંગ માટે ગયેલાં સહેલાણીઓમાં 4 બાળકો પણ સામેલઃ સ્થાનિક ભોમિયાઓને સાથે રાખીને પોલીસે શોધી કાઢ્યાં

મુંબઇ :  નવી મુંબઈનું આઠ વ્યક્તિઓનું એક જૂથ રવિવારે પનવેલના માતાજી ટેકરી પર ટ્રેકિંગ માટે ગયું હતું. આ ટ્રેકરો અહીંથી પાસેના પાંચપીર પર્વત પર જવા માગતા હતા, પણ રસ્તો ભૂલી જતા પહાડ પર ભૂલા પડી ગયા હતા. તેમને રસ્તો ન મળતા અંતે તેમણે સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને પોલીસનો સંપર્ક કરતા અંતે પનવેલ પોલીસના આઠ પોલીસકર્મીઓની એક ટીમે સ્થાનિક ગામવાસીઓની મદદથી કલાકોની જહેમત બાદ આ લોકોને શોધી કાઢ્યા હતા અને સલામત રીતે નીચે તળેટી સુધી લઈ આવ્યા હતા. આ સહેલાણીઓ નવી મુંબઈના નેરુળ વિસ્તારમાં રહે છે જેમાં ત્રણ પુરુષો એક મહિલા અને ચાર બાળકોનો સમાવેશ થતો હતો.

આ સંદર્ભે પનવેલ પોલીસે આપેલી માહિતી મુજબ નેરુળના આ રહેવાસીઓનું જૂથે રવિવારે સવારે સાડા નવ વાગ્યે ટેકરી પર ચઢવાનું શરૃ કર્યું હતું. આ લોકોને પાસેના પાંચ પીર પર્વત પર જવાનું હોવાથી તેઓ સતત આગળ વધી રહ્યા હતા. બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેમને લાગ્યું હતું કે તેઓ માર્ગ ભૂલી રસ્તો ભટકી ગયા છે. આ લોકોએ ત્યાર બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગનો સંપર્ક કર્યો હતો અને તેમણે આ વાતની જાણ પોલીસને કરી હતી.

પોલીસ સૂત્રોનુસાર બપોરે સાડા ત્રણ વાગ્યે તેમને ફોન આવ્યા બાદ આઠ પોલીસની એક ટીમ તેમને ફોન આવ્યા બાદ આઠ પોલીસની એક ટીમ તેમને શોધવા નીકળી પડી હતી. પોલીસે પહાડની તળેટીમાં આવેલ નાંદગામના સ્થાનિકોની મદદ લીધી હતી અને આ પહાડના રસ્તાઓથી પરિચિત પાંચ વ્યક્તિઓને સાથે લઈ રેસક્યુ વર્ક આદર્યું હતું. આ સંદર્ભે એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારે વરસાદ અને ધુમ્મસને લીધે દૂર સુધી જોઈ શકાતું નહોતું. પોલીસની ટીમ મોબાઇલથી સતત આ લોકોના સંપર્કમાં હતી.

આ લોકો કોઈ પણ સાધનની મદદથી લગભગ બે કલાક ટ્રેકિંગ કરી પહાડ પર પહોંચ્યા હતા અને માર્ગ ભૂલેલા સહેલાઈોને શોધી કાઢ્યા હતા. સાંજે અંધારું થાય તે પહેલાં આ લોકો ઝડપથી નીચે ઉતરવા લાગ્યા હતા. આ દરમિયાન વરસાદ ધીમો પડતા તમામ લોકો સલામત રીતે પહાડની તળેટીમાં આવી ગયી હતા. આ સંદર્ભે પનવેલ સિટી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ જણાવ્યું હતું કે વરસાદમાં આ રીતે અજાણી જગ્યાએ જવું અતિ જોખમી હોવાથી સહેલાઈઓએ આવા સ્થળે જવાનું ટાળવું જોઈએ.



Google NewsGoogle News