Get The App

ઓનલાઈન ઓર્ડરમાંથી નામ કાઢી નાખો, લગ્નમાં વિઘ્ન આવે છે

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
ઓનલાઈન ઓર્ડરમાંથી નામ કાઢી નાખો, લગ્નમાં વિઘ્ન આવે છે 1 - image


મહારાષ્ટ્રના 29 વર્ષના યુવકની હાઈકોર્ટને વિનંતી

લીવ એન્ડ લાયસન્સનો કેસ જીત્યો પણ ઓનલાઈન મૂકાયેલા ચુકાદામાં માતાનું નામ પત્ની તરીકે દર્શાવતા છબરડાથી લગ્નમાં તકલીફ   પડશે તેવી રજૂઆત

મુંબઇ :  રેન્ટ એગ્રીમેન્ટને લગતા કેસના ચુકાદાની ઓનલાઈન ઉપલબ્ધ કરાવાયેલી વિગતોમાં માતાનું નામ પત્ની તરીકે  દર્શાવાયું હોવાથી પોતાના લગ્નની તકો પર અવળી અસર પડી રહી છે તેમ જણાવી એક યુવકે આ ઓનલાઈન ઓર્ડરમાંથી તેનું નામ ગુપ્ત રાખવાની વિનંતી કરતી અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરી છે. તેણે પોતાનું નામ ગુપ્ત રાખવા માટે ગોપનીયતાના અધિકારને ટાંક્યો છે. 

 આ યુવકની અરજી અનુસાર તેની માતાને પત્ની તરીકે દર્શાવાઈ હોવાથી કોઈ  તેના નામ સાથે ગૂગલ પર સર્ચ કરે ત્યારે આ ચુકાદાની વિગતો પણ મળે છે અને તેના આધારે સર્ચ કરનારને આ યુવક પહેલેથી વિવાહિત છે તેવો ભ્રમ ઊભો થાય છે. 

 ઓનલાઈન  મૂકાયેલા  ચુકાદાામાં ટાઈપની ભૂલ  છે અને તેથી અરજદાર ૨૯ વર્ષીય યુવકની લગ્નની તકોને અવળી અસર થઈ રહી છે તેવી રજૂઆત અરજદારના એડવોકેટે મંગળવારે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી. જસ્ટિસ બીપી કોલાબાવાલા અને જસ્ટિસ  ફિરદોષ પૂનાવાલાની ડિવિઝન બેન્ચ બે સપ્તાહમાં મામલો હાથમાં લેશે.

એક 'લીવ એન્ડ લાઇન્સ' એગ્રીમેન્ટના કેસમાંથી આ વિવાદ ઉભો થયો હતો. અરજદાર યુવક તે કેસ  જીત્યો હતો પણ ચૂકાદાઓ ઓનલાઇન ઉપલબ્ધ હોવાથી અને તેમાં ટાઇપોગ્રાફિકલ ભૂલો  છે. 

 ઓનલાઈન ઉપલબ્ધ ચુકાદાને કારણે જાહેર જનતાની નજરમાં અરજદારની પ્રતિષ્ઠાને હાનિ પહોચે છે. અને તેના ગોપનીયતાના અધિકારનો ભંગ થાય છે તેવું  અરજદારે કહ્યું હતું. જે ઓર્ડરને હાઈકોર્ટે રિપોર્ટેબલ ગણાવ્યો હોય તેવા ચુકાદા ઓનલાઈન ઉપલબ્ધ થથા હોય છે. 

આ ઓનલાઈન ખોટાં લખાણથી તેની પ્રતિષ્ઠાને અને અંગત સંબંધોને સતત હાનિ થઇ રહી છે તે અટકાવવા કોર્ટે તાત્કાલિક પગલાં ભરવા જોઇએ તેવું તેણે કહ્યું હતું. અરજદારની વિનંતીમાં કહેવામાં આવ્યું છે કે અરજદારની માતાને ભૂલથી પત્ની હોવાનો ઉલ્લેખ કોર્ટના ઓર્ડરમાં કરાયો હોવાથી તેના અંગત જીવનમાં   ગંભીર માઠી અસર થઈ છે.  



Google NewsGoogle News