Get The App

હોર્ડિંગ દુર્ઘટનામાં 66 કલાક બાદ રાહત-બચાવને વિરામઃ કુલ મૃત્યુઆંક 16

Updated: May 17th, 2024


Google NewsGoogle News
હોર્ડિંગ દુર્ઘટનામાં 66 કલાક બાદ રાહત-બચાવને વિરામઃ કુલ મૃત્યુઆંક 16 1 - image


વધુ કોઈ વ્યક્તિ ફસાયેલી નથી તેની ખાતરી કર્યા બાદ જાહેરાત

10 જેસીબી ટ્રક, 5 પોકલેન, 2 ગેસકટર્સ ટીમ, 2 હાઈડ્રોલિક ક્રેન, સેંકડો કર્મચારીની મદદ લેવાઈ

મુંબઈ :  ઘાટકોપરના છેડાનગર વિસ્તારમાં સોમવારે સાંજે ભારે પોતાની પવન બાદ ૧૨૦ ફૂટ ઠ ૧૨૦ ફૂટનું વિશાળ હોર્ડિંગ તૂટીને એક પેટ્રોલ પંપ પર પડતા ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં ૧૬ વ્યક્તિઓનો ભોગ લેવાયો હતો. અંતે ૬૬ કલાક બાદ અહીં હાથ ધરાયેલ શોધ અને બચાવકાર્ય પૂરું થયું હોવાનું નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના એક અધિકારીએ જણાવ્યું હતું.

આ બાબતે વધુ વિગત આપતા આ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈ મહાનગર પાલિકાના- કમિશનર ભૂષણ ગગરાણીએ ઘટનાસ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યા બાદ આ બાબતની જાહેરાત કરી હતી.

 ુર્ઘટનાસ્થળેથી માધ્યમો સમક્ષ વાત કરતા ગગરાણીએ જણાવ્યું હતું કે આ  ુર્ઘટનામાં ૧૬ લોકોના મોત અને ૭૫ લોકો જખમી થયા હતા. આ સાથે જ અહીં ચલાવવામાં આવતી શોધ અને બચાવ કામગીરી પૂર્ણ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે હવે કાટમાળ હેઠળ કોઈ વધુ વ્યક્તિ ફસાયેલા નથી. તેની ખાતરી કર્યા બા  આ કામગીરી પૂરી કરવામાં આવી છે.

હવે પછી આ સ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ રહેશે. દરમિયાન આ બચાવ કામગીરીમાં પાલિકા, પોલીસ, એનડીઆરએફ, મુંબઈ ફાયર બ્રિગેડ, મહાનગર ગેસ, બીપીસીએલ જેવી એજન્સીઓએ ભાગ લીધો હતો. ગગરાણીએ વધુમાં જણાવ્યું હતું કે શહેરભરના ગેરકાયદે હોર્ડિંગોને દૂર કરવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.

ગગરાણીએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે પાલિકાના માનક માપદંડો સિવાયના તમામ હોર્ડિંગ પછી ભલે તે કોઈની પણ માલિકીની જગ્યા પર હોય તે દૂર કરવામાં આવશે. ભવિષ્યમાં પણ આ માપદંડોને કડક રીતે પાલન કરવામાં આવશે.

આ સિવાય હોર્ડિંગનું ફક્ત કદ જ નહીં પણ ફાઉન્ડેશન, માળખાકીય સ્થિરતા અને હવાની હિલચાલને લગતા નિયમોનું પાલન કરવું પણ આવશ્યક છે. પાલિકા દ્વારા મંજૂરી આપવામાં આવેલા હોર્ડિંગ્સ માટે માળખાકીય સ્થિરતા (સ્ટ્રકચરલ સ્ટેબિલીટી) ફરજિયાત છે. આ રીતે જ રેલવેને પણ નિયમો અને માપદંડોનું પાલન કરી ગેરકાયદે હોર્ડિંગ્સ દૂર કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

ઘાટકોપરમાં તૂટી પડેલ ગેરકાયદે હોર્ડિંગ જીઆરપીની જગ્યા પર ઉભું રાખવામાં આવ્યું હતું. ગગરાણીએ વધુમાં સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે ભલે રેલવેને હોર્ડિંગ માટે પાલિકાની પરવાનગીની જરૃર ન હોય પણ રેલવે સત્તાવાળાઓએ હોર્ડિંગ્સના સ્ટ્રકચરલ સ્ટેબિલીટી રિપોર્ટ પાલિકાને આપવાના રહેશે.

કુલ ૯૭ વાહનો કાટમાળ હેઠળ દટાયાં હતાં

ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનાના સ્થળેથી કુલ ૯૭ વાહનો કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યાં હતાં. જેમાં ૪૭ ટુ વ્હિલરો અને ૩૯ ફોર વ્હિલરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક ટ્રક અને ૧૦ ઓટો રિક્ષા પણ ઘટનાસ્થળેથી બહાર કાઢવામાં આવી હતી.

રહ્યા હતા. મોડી રાત્રે ચાનસોરિયા દંપતિના મૃતદેહ મળી આવતા તેઓને ભારે દુઃખ અને ગ્લાનિ થઈ હતી. તેમનો પુત્ર પણ અમેરિકાથી અહીં આવવા રવાના થઈ ગયો હતો.



Google NewsGoogle News