આદિવાસી બાળકોને જમવામાં કાચી રોટલી અને અડધા રાંધેલા ભાત

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
આદિવાસી બાળકોને  જમવામાં કાચી રોટલી  અને અડધા રાંધેલા ભાત 1 - image


300થી વધુને ફૂડ પોઈઝનિંગ બાદ રજૂઆત

દાળના નામે નકરું પાણી  અને મસાલા વગરનું ફિક્કું શાક ખવડાવી દેવાય છે

મુંબઇ  :  પાલઘરમાં સોમવારે રાત્રે ભોજન બાદ ૩૧ આશ્રમ શાળાના ૩૩૨ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થઈ હતી. આ બાદ પાલઘર જિલ્લા પરિષદના પ્રમુખ પ્રકાશ નિકમે આ મામલે જાતે તપાસ કરી હતી. જેમાં  વિદ્યાર્થીઓએ તેમને માહિતી આપી હતી કે આશ્રમ શાળાઓમાં તેમને કાચી રોટલી, સ્વાદ વગરની શાક અને સાદા ભાત મળી રહ્યા છે. નિકમે આ આશ્રમશાળાના બાળકો માટે તાલુકા કક્ષાએ રસોડું પણ શરુ કરવાનું સૂચન કર્યું છે.

 દહાણું આદિજાતી વિકાસ પ્રોજેક્ટ હેઠળ પાલઘર, દહાણું, તલાસરી અને વસઈ એમ ચાર તાલુકાઓમાં ૩૩ આશ્રમો શાળાઓમાંથી ૧,૭૦૦ વિદ્યાર્થીઓને  બોઈસર- કમ્બલગાંવ ખાતેના કેન્દ્રીય રસોડામાંતી  દરરોજ સવારનો નાસ્તો અને દિવસમાં બે સમય ભોજન આપવામાં આવે છે. જો કે, સોમવારે  રાત્રિ ભોજન બાદ ૩૩૨ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થતા તેમને જિલ્લાની વિવિધ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

આ પૃષ્ઠભૂમિમાં બુધવારે પ્રમુખ નિકમે કાસા ખાતેની ગ્રામ્ય હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓને મળ્યા હતા. તેમના સ્વાસ્થ્ય અંગે પૂછપરછ પણ કરી હતી. જિલ્લા પ્રમુખે  રાંકોલ આશ્રમ શાળામાં જઈને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.

કમ્બલગાંવ ખાતે કેન્દ્રીય રસોડાનું નિરીક્ષણ કરતી વખતે, વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલા ભોજનના સ્વાદ અને ગુણવત્તાનો અનુભવ કરવા વિદ્યાર્થીઓ સાથે બપોરનું ભોજન પણ સાથે લીધું હતું. ત્યાર બાદ  નિકમે આ અંગે કહ્યું હતું કે,  આજનું ભોજન સારુ છે. પરંતુ અન્ય સમય તેઓ કાચી રોટલી, પાણીવાળા દાળ- શાક, રાંધ્યા વગરના ભાત વગેરે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.

આના કારણે જ આવા નબળા ગુણાવત્તાયુક્ત ભોજન બાદ ૩૧ આશ્રમ શાળાના ૩૩૨ વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર થતા તેમને જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યા હતા.  ૩૩૨  વિદ્યાર્થીઓમાંથીની સ્થિતિ હવે ઠીક છે. જો કે, કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પ્રફુલ્લ પાટીલે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી  છે.



Google NewsGoogle News