રાશા થડાનીએ ધો. 12 માટે વાંચતાં વાંચતાં શૂટિંગ કર્યું
લોકોની ટીકા, આ હજુ ધો. 12માં કેમ છે
મેક અપ કરાવતી વખતે ધો. 12 ભુગોળનું પુસ્તક વાંચી રહી હોવાની તસવીરો વાયરલ
મુંબઇ : રાશા થડાનીએ ધો. ૧૨ની પરીક્ષા માટે વાંચતાં વાંચતા જ ફિલ્મનું શૂટિંગ કર્યું હોવાનો એક વીડિયો વાયરલ થયો છે.
વાયરલ વીડિયો અનુસાર બ્યૂટિશિયન તેને મેકઅપ કરી રહ્યો છે અને હેરસ્ટાઇલિસ્ટ તેના વાળ બાંધી રહ્યો છે. ત્યારે રાશા એક પુસ્તક વાંચતી જોવા મળી રહી છે. પૂછપરછ વખતે રાશા કહે છે કે ધો. ૧૨ની પરીક્ષા નજીક હોવાથી પોતે જ્યોગ્રાફીની તૈયારી કરી રહી છે.
જોકે, કેટલાકે આ વીડિયોને રાશાની આગામી ફિલ્મ 'આઝાદ' માટે પબ્લિસિટી સ્ટન્ટ ગણાવ્યો છે. કેટલાકે લખ્યું છે કે રાશા દેખાવમાં બહુ મોટી લાગે છે. શું હજુ તે ધો. ૧૨માં જ છે ? ભૂતકાળમાં નાપાસ થઈ હોય તેમ લાગે છે.