રણવીરનો ન્યૂડ ફોટો અમેરિકી સિંગરના આલ્બમ કવર પર

Updated: Oct 7th, 2023


Google NewsGoogle News
રણવીરનો ન્યૂડ ફોટો અમેરિકી સિંગરના આલ્બમ કવર પર 1 - image


રણબીરે એક અમેરિકી મેગેઝિન માટે ન્યૂડ શૂટ કરાવ્યું હતું 

સુફ્જન સ્ટિવન્સના આલ્બમ કવર પર રણવીરનો ન્યૂડ ફોટો જોઈ ચાહકોને આશ્ચર્ય થયું 

મુંબઈ :  અમેરિકી સિંગર સુફ્જન સ્ટિવન્સનાં નવાં આલ્બમનાં કવર પર રણવીર સિંહનો ન્યૂડ ફોટો જોવા મળતાં તેના ચાહકોને નવાઈ લાગી છે. થોડા સમય અગાઉ વિવાદ જગાવનારા આ ફોટા આ રીતે એક આંતરરાષ્ટ્રીય મ્યુઝિક આલ્બમના કવર પર જોવા મળશે તેની કોઈનેય અપેક્ષા ન હતી.  

સુફ્જન સ્ટિવન્સનું નવું આલ્બમ જેવલિન તાજેતરમાં લોન્ચ થયું છે. યૂ ટયૂબ પર મૂકાયેલાં તેનાં કવર પર રણવીરનો ન્યૂડ પોઝ જોવા મળ્યો છે. રણવીરે ગયાં વર્ષે એક અમેરિકી મેગેઝિન માટે જ આ ન્યૂડ ફોટો શૂટ કરાવ્યું હતું. રણવીર , અમેરિકી મેગેઝિન અને સ્ટિવન્સ વચ્ચે કોઈ પ્રકારનું કોલબરેશન થયું છે કે પછી અમેરિકી મેગેઝિને આ ફોટા કોઈને પણ વેચવાના કાયમી રાઈટ્સ મેળવ્યા છે કે કેમ વગેરે વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

રણવીરના આ ફોટા સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા હતા. ત્યારબાદ આ રીતે ન્યુડિટી દર્શાવવા બદલ મોટો વિવાદ પણ સર્જોયો હતો. રણવીર સામે મુંબઈના ચેમ્બુર પોલીસ મથકે ફરિયાદ પણ દાખલ થઈ હતી અને રણવીરે પોલીસ સામે ઉપસ્થિત થઈ આ ફોટો શૂટ અંગે નિવેદન પણ આપ્યું હતું.



Google NewsGoogle News