કોરોના કાળમાં રાની મુખર્જીને મિસકેરેજ થયું હતું
રાનીએ પહેલીવાર આ બાબતે ઘટસ્ફોટ કર્યો
5 મહિનાની ગર્ભાવસ્થા હતીઃએ પછી મિસિસ ચેટર્જી વર્સિસ નોર્વે સાઈન કરી
મુંબઇ : રાણી મુખરજીએ હવે જાહેર કર્યું છે કે ૨૦૨૦માં કોરોના કાળમાં તેને મિસકેરેજ થઈ ગયું હતું. પાંચ માસની ગર્ભાવસ્થા પછી તે આ પીડાકારક સમયમાંથી પસાર થઈ હતી. રાણી અને આદિત્ય ચોપરાને હાલ સંતાનમાં એક પુત્રી છે.
ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયેલી રાણીએ એક સંવાદમાં કહ્યું હતું કે મ ને મારી અંગત વાતો કરીને ફિલ્મનું પ્રમોશન કરવું પસંદ નથી. આથી, હવે આજે હું આ વાત કરુું છું.
રાણીએ કહ્યું હતું કે, આના લગભગ ૧૦ દિવસ પછી નિખીલ અડવાણીએ મને મિસિસ ચેટર્જી વર્સેસ નોર્વેમાં કામ કરવા માટે સંપર્ક કર્યો હતો. એ જ દરમિયાન મં મારા બાળકને ગુમાવ્યું હોવાથી મને બાળકથી વિખુટા પડવાની વેદનાનો વાસ્તવમાં અનુભવ થયો હતો. તેથી મેં ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળી હતી અને એમાં કામ કરવાનો નિર્ણય લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, રાણી મુખર્જીએ ૨૦૧૪માં આદિત્ય ચોપરા સાથેલગ્ન કર્યા હતા અને તેમને ત્યાં એક વરસ પછી પુત્રીનો જન્મ થયો હતો.