રણબીરે જય માતાજી કહી કેક પર દારુ ઢોળતાં પોલીસમાં અરજી

Updated: Dec 29th, 2023


Google NewsGoogle News
રણબીરે જય માતાજી કહી કેક પર દારુ ઢોળતાં પોલીસમાં અરજી 1 - image


કેક પર દારુ ઢોળી અગ્નિ પ્રગટાવતાં વિરોધ

રણબીર સામે ધાર્મિક લાગણી દૂભવ્યાનો ગુનો દાખલ કરવાની માગણી

મુંબઇ :  રણબીર કપૂરે નાતાલ પાર્ટીમાં કેક પર દારુ ઢોળ્યા બાદ અગ્નિ  પ્રગટાવી અને તેમ કરતી વખતે જય માતાજીનો નારો બોલાવી હિંદુઓની ધાર્મિક લાગણી દૂભાવી હોવાથી તેની સામે ગુનો દાખલ કરવાની માગણી કરતી એક અરજી મુંબઈના ઘાટકોપર પોલીસ મથકે આપવામાં આવી છે. 

આ અરજીમાં રણબીર તથા કપૂર પરિવારના અન્ય સભ્યો સામે આઈપીસી ૨૯૫, ૫૦૯ અને ૩૪ હેઠળ ગુનો દાખલ કરવા જણાવાયું છે. 

ફરિયાદીએ પત્રમાં જણાવ્યું છે કે, સોશયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે, કેક પર શરાબ રેડવામાં આવી રહ્યો છે અને રણબીર જય માતા દીનો  નારો પાર્ટીમાં હાજર અન્ય લોકો પાસે બોલાવે છે. 

ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે,રણબીર અને તેના પરિવારે જાણી જોઇને હિંદુ ધર્મમાં વર્જિત માદક પ્રદાર્થનો ઉપયોગ  દેવી દેવતાઓને આહ્વાન કરવી અગ્નિ પ્રગટાવતી વખતે કર્યો છે. . રણબીર અને તેનો પરિવાર જાણે છે કે, હિંદુ ધર્મમાં દેવી દેવતાઓના આવાહન પહેલા અગ્નિ દેવતાને પ્રજ્વલિત કરવામાં આવતા હોય છે. તેમ છતાં તેણે આમ કરીને હિંદુ ધર્મનું અપમાન કર્યું છે. 

અરજદાર દ્વારા તેના વકીલ મારફતે આપવામાં આવેલી અરજી અંગે ઘાટકોપર પોલીસે જોકે મોડે સુધી કોઈ એફઆઈઆર રજિસ્ટર કરી ન હતી. 

ઉલ્લેખનીય છે કે સમગ્ર કપૂર પરિવાર દર ક્રિસમસ વખતે પરિવારના કોઈ એક સભ્યને ત્યાં ક્રિસમસ બ્રન્ચ માટે એકઠો થાય છે. આ વખતે શશી કપૂરના દીકરા કૂણાલ કપૂરને ત્યાં આ બ્રન્ચ ગોઠવાયું હતું. આ વીડિયોમાં રણબીર, આલિયા સહિતના કપૂર પરિવારના સભ્યો જોવા મળે છે.



Google NewsGoogle News