રણબીર અને આલિયા નવો બંગલો બેબી રાહાના નામે કરશે

Updated: Mar 28th, 2024


Google NewsGoogle News
રણબીર અને આલિયા નવો બંગલો બેબી રાહાના નામે કરશે 1 - image


રાહા બોલીવૂડની સૌથી અમીર સ્ટાર કિડ બનશે

રણબીરના નવા બંગલાની કિંમત  આશરે 250 કરોડઃ આલિયા, નીતુ સાથે કામની સમીક્ષા કરી 

મુંબઇ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના નવા બંગલાનું રજિસ્ટ્રેશન બેબી રાહાના નામે કરાવશે તેવી અટકળો છે. આ વાત સાચી ઠરશે તો બેબી રાહા બોલીવૂડની સૌથી શ્રીમંત સ્ટાર કિડ બની જશે. 

રણબીર, આલિયા તથા નીતુ કપૂર ેતેમના નવા બની રહેલા 'કૃષ્ણ રાજ' બંગલાનું બાંધકામનું નિરીક્ષણ કરવા તાજેતરમાં ગયાં હતાં. તે પછી આ બંગલો રાહાના નામે રજિસ્ટર કરાશે તેવી વાત પ્રસરી છે. 

રણબીર ઓલરેડી ચાર ફલેટનો માલિક છે. તેની કિંમત આશરે ૬૦ કરોડ અંદાજવામાં આવે છે. નવા બની રહેલા બંગલાની કિંમત આશરે ૨૫૦ કરોડ અંદાજવામાં આવે છે. આ બંગલો શાહરુખના  મન્નત કે અમિતાભના જલસા કરતાં પણ વધારે મોંઘો અને વધારે  વૈભવી સગવડો ધરાવતો હશે તેવો દાવો થઈ રહ્યો છે. 

નીતુ કપૂરે આ પહેલાં જ બાંદરામાં ૧૫ કરોડનો આલિશાન ફલેટ ખરીદ્યો છે. જોકે, નવો બંગલો તૈયાર થયા બાદ રણબીર, આલિયા તથા નીતુ નવા બંગલામાં સાથે જ રહેશે તેમ મનાય છે. આ બંગલામાં રણબીરની બહેન રિદ્ધિમા માટે પણ એક ખાસ ફલોર તૈયાર કરવામાં આવી રહ્યો છે.



Google NewsGoogle News