અમારી પાસે ચોક્કસપણે થોડી બેઠકો ઓછી પરંતુ....: લાલુ યાદવના સરકાર પડવાના દાવા અંગે આઠવલેનું નિવેદન
Ramdas Athawale On Lalu Prasad Yadav Statement: કેન્દ્રની NDA સરકારના પડી અંગે RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના નિવેદન પર રાજકારણ ગરમાયુ છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ હવે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ભાજપ પાસે ચોક્કસપણે થોડી બેઠકો ઓછી આવી છે પરંતુ સરકાર પાસે સ્પષ્ટ બહુમત છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું કે, લાલુ પ્રસાદ યાદવ એક આદરણીય નેતા છે. તેઓ સમાજવાદી વિચારધારાથી આવે છે. લાલુ યાદવનું કહેવું છે કે, ઓગષ્ટમાં અમારી સરકાર પડી જશે પરંતુ તેમણે એ સમજવું પડશે કે, હજુ અમારી પાસે સ્પષ્ટ બહુમત છે.
PM મોદીના નેતૃત્વમાં 5 વર્ષ સરકાર ચાલશે
તેમણે આગળ કહ્યું કે, ભાજપ પાસે ચોક્કસપણે થોડી બેઠકો ઓછી આવી છે, આ વાત સાચી છે. બેઠકો ઓછી આવવા પાછળ અલગ-અલગ કારણ છે. યુપી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાન એ ચાર રાજ્યોમાં અમને વધુ બેઠકો મળી શકતી હતી પરંતુ ત્યાં આરંક્ષણના મુદ્દે મુકસાન થયું. મને લાગે છે કે, આ સરકાર પડવાની કોઈ શક્યતા નથી. અમારી સાથે નીતીશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ છે. બીજી અન્ય પાર્ટીઓ પણ છે. સરકાર પાંચ વર્ષ સુધી ચાલશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અમારી સરકાર મજબૂત છે.
લાલુ પ્રસાદ યાદવે શું કહ્યું હતું?
આરજેડીના વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવે (Lalu Prasad Yadav) આજે પાર્ટીના સ્થાપના દિને કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને બિહારના મુખ્યમંત્રી નીતીશ સરકાર પર આકરા હુમલા કર્યા હતા. આ દરમિયાન લાલુ યાદવે NDA સરકારને લઈ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં મોદી સરકાર ખુબ જ નબળી છે. આ સરકાર ઓગસ્ટ સુધીમાં પડી શકે છે. હું તમામ કાર્યકર્તાઓને કહું છું કે, તેઓ ચૂંટણી માટે તૈયાર રહે, ચૂંટણી કોઈપણ સમયે યોજાઈ શકે છે.