રકુલ પ્રીત સિંહનો ભાઇ અમન પ્રીત સિંહ હૈદરાબાદમાં ડ્રગ્સ ખરીદતાં પકડાયો

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
રકુલ પ્રીત સિંહનો ભાઇ અમન પ્રીત સિંહ હૈદરાબાદમાં ડ્રગ્સ ખરીદતાં પકડાયો 1 - image


પોલીસે કરેલાં ટેસ્ટમાં અમનપ્રીતે કોકેઇન લીધું હોવાનું  જણાયું 

મુંબઇઃ  અભિનેત્રી રકુલ પ્રીત સિંહના ભાઇ અમનપ્રીત સિંહની નાઇજિરિયન પાસેથી કોકેઇન ખરીદવાના ગુનાસર ધરપકડ કરવામાં આવી હોવાનું સાયબરાબાદ પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર અમનપ્રીત સિહં અને અન્ય ચારજણાંની ધરપકડ કરવામાં આવી છે. તેઓ ચાર નાઇજિરિયન પાસેથી ડ્ગ્સ ખરીદતાં ઝડપાયા હતા. નાર્કોટિક્સ બ્યુરો અને રાજેન્દ્ર નગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સહિયારી કામગીરીમાં અમનપ્રીત સિંહની ધરપકડ કરવામાં આવી હતી. તેના યુરિન ટેસ્ટમાં પણ તેણે હિરોઇનનું સેવન કર્યું હોવાનું પુરવાર થયું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નાઇજિરિયન ડ્રગ્સ સપ્લાયર્સ ગોવા, મુંબઇ, બેન્ગાલુરૃ અને હૈદરાબાદમાં તેમના નેટવર્ક ધરાવે છે.પોલીસે ડ્રગ ડિલર પાસેથી બે કરોડ રૃપિયાની કિંમતનું ૨૦૦ ગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું.  અગાઉ રકુલ પ્રીત સિંહની પણ આવા જ એક કેસમાં એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ યાને ઇડી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. હવે તેના ભાઇની પણ ડ્રગના કેસમાં ધરપકડ થઇ છે. 

આ ડ્રગ્સ ડીલર્સ તેમના સંભવિત ૩૦ ગ્રાહકોની યાદી પણ પોલીસને આપી હતી. પોલીસે પકડેલાં કુલ પાંચ નાઇજિરિયનો ૨.૬ કિલો હેરોઇન વેચવા માટે હૈદરાબાદમાં આવ્યા હતા. આ ડ્રગ્સ લેનારાં તેર જણાંમાં અમનપ્રીત સિંહનો સમાવેશ થતો હતો. તેનો ટેસ્ટ કરવામાં આવતાં તે પણ પોઝીટિવ આવ્યો હતો.   



Google NewsGoogle News