રાખી સાવંતે મારી ઇમેજ ખરાબ કરી : તનુશ્રી દત્તાએ નોંધાવી ફરિયાદ

Updated: Oct 15th, 2023


Google NewsGoogle News
રાખી સાવંતે મારી ઇમેજ ખરાબ કરી : તનુશ્રી દત્તાએ નોંધાવી ફરિયાદ 1 - image


મુંબઇ :  અભિનેત્રી  તનુશ્રી દત્તાએ પોતાની ઇમેજ ખરાબ કરવાની ફરિયાદ રાખી સાવંત વિરુદ્ધ ૧૧ ઓક્ટોબરે ઓશિવારા પોલીસ મથકમાં નોંધાવી છે.

પ્રચાર માધ્યમો સાથે વાત કરતાં તનુશ્રી દત્તાએ જણાવ્યું હતું કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ (એપઆઇઆર)ની પ્રક્રિયા શરૃ થઇ ગઇ છે. રાખી સાવંત વિરુદ્ધ અલગ-અલગ વીડિયોમાં લગાવવામાં આવેલા ખોટા આરોપો અંગે ફરિયાદ નોંધાવામાં આવી છે. તનુશ્રીએ એમ પણ કહ્યું હતું કે તેને ખાતરી છે કે મુંબઇ પોલીસ રાખી સાવંત વિરુદ્ધ કાર્યવાહી કરશે.

તનુશ્રીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે 'આ મુદ્દો ૨૦૦૮માં શરૃ થયો હતો. રાખી સાવંતને મારી સાથે સમસ્યા હતી કારણ કે તેને 'હોર્ન ઓકે પ્લીઝ' ફિલ્મમાંથી દૂર કરવા બદલવામાં આવી હતી. બાદમાં તેણે જ્યારે મારી વિરુદ્ધ ખોટો વીડિયો બનાવ્યો ત્યારે નિર્માતાએ તેને ફિલ્મમાં પાછી લઇ લીધી હતી.

નિર્માતાએ મારા તમામ ચેક પણ બાઉન્સ કર્યા. હું કહીશ કે નિર્માતાઓએ કલાકારો સાથે આવી વાતો ન કરવી જોઇએ. ઇન્ડસ્ટ્રીમાં મારી સારી ઓળખ હતી. મેં સારી ફિલ્મો કરી છે. ફિલ્મ 'આશિક બનાયા આપને' પણ હીટ નીવડી હતી. આવી સ્થિતિમાં જો પેલું ગીત રિલિઝ થયું હોત તો મને ઇન્ડસ્ટ્રીમાં વધુ કામ મળી શક્યું હોત. આ પરિસ્થિતિ તો નિર્માતા માટે પણ વધુ સારી પુરવાર થઇ હોત. અને ઇન્ડસ્ટ્રીમાં મારું માર્કેટ પણ વધુ સારું બન્યું હોત. રાખી સાવંતે જે ખોટા વીડિયો મારી વિરુદ્ધ બનાવ્યા તેને કારણે મારે ખૂબ જ ભાવનાત્મક આઘાત સહન કરવો પડયો હતો. વધુમાં તનુશ્રીએ એમ પણ જણાવ્યું હતું કે રાખી સાવંતે ૨૦૧૮માં તેના સસ્તા વીડિયો અને મારી સામેના આક્ષેપોને કારણે મને ખૂબ જ અસ્વસ્થ અને નબળી બનાવી દીધી હતી. હવે જ્યારે હું પાછી આવી છું ત્યારે હું જરૃર તેના પર કાનૂની કાર્યવાહી કરીશ.

ઓશીવરા પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર મોહન પાટીલે જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં, પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધવામાં આવી છે.



Google NewsGoogle News