રાકેશ વાધવાને તબીબી કારણસર જામીનનો હાઈ કોર્ટનો ઈનકાર

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
રાકેશ વાધવાને તબીબી કારણસર જામીનનો હાઈ કોર્ટનો ઈનકાર 1 - image


કરોડોના પીએમસી બેન્ક ફ્રોડ કેસમાં રાહત નકારાઈ

જેજેમાંથી ખસેડી જેલની હોસ્પિટલમાં દાખલ કરવા નિર્દેશઃ તબીબી તપાસમાં તત્કાળ સર્જરી કે સારવારની જરુર ન જણાઈ

મુંબઈ :   પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ  (પીએમસી) બેન્ક લોન કૌભાંડમાં પકડાયેલા હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. (એચડીઆઈએલ)ના પ્રમોટર રાકેશ વાધવાને તબીબ કારણસર જામીન આપવાનો બોમ્બે હાઈ કોર્ટે ઈનકાર કર્યો છે. વાધવા હાલ આર્થર રોડ જેલમાં બંધ છે.

રાકેશ અને તેમના પુત્ર સારંગ સામે પીએમસી બેન્ક પાસેથી રૃ. ૨૫૫૮ કરોડની લોન ગેરરીતિથી મેળવીને રૃ. વ્યાજ સાથે ૪,૪૩૫ કરોડની રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયાનો આરોપ છે. કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે ડોક્ટરોની ભલામણમાં એવો સંકેત મળતો નથી કે તેમને તાકીદે ચોક્કસ તબીબી પ્રક્રિયા કે સર્જરીની આવશ્યતા છે.

હાલ કોર્ટના નિર્દેશાનુસાર તમને જેજે  હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વાધવાની તબિયાત જણાવતો વિસ્તૃત આદેશ હોસ્પિટલે કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે નોંધ કરી હતી કે આ કેસમાં તાત્કાલિક તબીબી જામીન આપવા જોઈએ એવું નથી રિપોર્ટમાં જણાવેલી સલાહ કડકાઈથી પળાવી જોઈએ ખાસ કરીને ઔષધીઓ સંબંધી  બાબતો વિશે કોર્ટે જણાવ્યું હતું.

જેલમાં વાધવાની યોગ્ય સંભાળ લેવા માટે કોર્ટે અનેક સૂચનો આપ્યા હતા.  કોર્ટે ચીફ મેડિકલ ઓફિસરને નિર્દેશ આપીને વાધવાના પિરવારને જરૃરી દવાઓ લાવવાનીપરવાનગી આપવાનું પણ જણાવ્યું છે.જે જે ગુ્રપ ઓફ હોસ્પિટલના ડીનને ફિઝિયોથેરાપિસ્ટ અને પુરુષ નર્સ સેન્ટ્રલ જેલમા ંતહેનાત રાખવા નિર્દેશ અપાયો છે. યોગ્ય પલંગની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

કોર્ટે વાધવાને જેજે હોસ્પિટલમાંથી રજા આપવાનો અને જેલની હોસ્પિટલમાં જરૃરી વ્યવસ્થા કરીને ૩૦ ઓક્ટોબરથી દાખલ કરવાનો આદેશ આપ્યો છે. ચીફ મેડિકલ ઓફિસરને જેજે હોસ્પિટલના સંબંધીત ડોક્ટરના સંપર્કમાં રહેવા જણાવ્યું છે.

મેરિટ પર જામીન આપવાની અરજી પર કોર્ટે અતિરિક્ત સરકારી વકિલને છઠ્ઠી નવેમ્બર સુધીમાં જવાબ નોંધવવા નિર્દેશ આપ્યો છે.



Google NewsGoogle News