રાકેશ રોશને ઠગાઈમાં ગુમાવેલા 20 લાખ પરત આપવા આદેશ
સીબીઆઈ અધિકારીના સ્વાંગમાં ગઠિયાએ ઠગાઈ કરી હતી
અગાઉ30 લાખ મળી ચૂક્યા છે, બાકીના 20 લાખ પરત મેળવવા રાકેશ રોશને અરજી કરી હતી હાઈકોર્ટનો નીચલી કોર્ટને આદેશજ-
મુંબઈ - બોગસ સીબીઆઈ અધિકારી હોવાનું જણાવીને પૈસા પડાવનારા આરોપી પાસેથી જપ્ત કરાયેલી રકમ પાછી મેળવવા અભિનેતા અને ફિલ્મ નિર્માતા રાકેશ રોશને ૨૦૧૧માં કરેલી અરજીને પગલે હાઈ કોર્ટે ગુરુવારે નીચલી કોર્ટને તેની કસ્ટડીમાં રહેલી રૃ.૨૦ લાખની રકમ છૂટી કરવાનો આદેશ આપ્યો હતો.
ન્યા. કર્ણિકે વિશેષ સીબીઆઈ કોર્ટને આ રકમ છૂટી કરવાનો આદેશ આપતી વખતે નોંધ કરી હતી કે કોર્ટે તાજેતરમાં બે આરોપીમાંના એક અશ્વિની કુમાર શર્માને ઠગાઈ, ખંડણી અને સ્વાંગ રચવાના આરોપસર કસૂરવાર ઠેરવીને ત્રણ વર્ષની સજા ફટકારી છે. તના ે સાથી રાજેશ રાજનને ૨૦૨૨માં ત્રણ વર્ષની જેલ ફટકારાઈ હતી.
કેસની વિગત અનુસાર એક નિર્માતાએ કરેલી ફરિયાદને લઈ થયેલો વિવાદ ઉકેલી આપવાના બહાને આરોપીએ રોશનનો સંપર્ક કર્યો હતો. કોર્ટ બહાર સેટલમેન્ટ કરાવવા તૈયાર કરવા નકલી સીબીઆઈ અધિકારીને રોશને રૃ. ૫૦ લાખ આપ્યા હતા. રોશનને હકીકતની જાણ થતાં ૨૦૧૧માં એન્ટિ કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. સીબીઆઈ પાસે આ કેસ સોંપાયો હતો. બંનેની ધરપકડ કરવામાં આવી હતી. સીબીઆઈએ રોશનની રૃ. ૫૦ લાખની રકમ સહિત ૨.૯૪ કરોડની રોકડ અને ૨૧ સ્થાવર મિલકતના દસ્તાવેજ જપ્ત કર્યા હતા. આ મતા વિશેષ કોર્ટમાં જમા કરાઈ હતી.
રોશને ઓક્ટોબર ૨૦૧૨માં કોર્ટમાં રકમ પાછી મેળવવા અરજી કરી હતી. કોર્ટે અંશતઃ અરજી માન્ય કરી હતી. એ અનુસાર રોશાનને શરૃઆતમાં રૃ. ૩૦ લાખ પાછા અપાયા હતા. ૨૦૨૦માં રોશને ફરી બાકીની રકમ માટે અરજી કરી હતી.