Get The App

રાજુ શ્રીવાસ્તવ બ્રેઈન ડેડની હાલતમાં : ચમત્કારની આશા

Updated: Aug 18th, 2022


Google NewsGoogle News
રાજુ શ્રીવાસ્તવ બ્રેઈન ડેડની હાલતમાં : ચમત્કારની આશા 1 - image


તબિયત વણસતાં પરિવારજનો પણ મૂંઝવણમાં

મગજ સુધી આવશ્યક ઓક્સિજન ન પહોંચતાં સોજો આવી ગયોઃ ચાહકો ભારે ચિંતાતુર

મુંબઇ :  કોમેડિય રાજુ શ્રીવાસ્તવનું મગજ કામ કરતું બંધ થઈ ગયું છે અને હવે તે લગભગ બ્રેઈન ડેડની હાલતમાં છે. આ સંજોગોમાં કોઈ ચમત્કાર થવાની આશા સેવવામાં આવી રહી છે. 

રાજુના સલાહકાર અજિત સકસેનાએ મીડિયાને જણાવ્યું હતું કે તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હોવાનું તબીબો જણાવી રહ્યા છે. હજુ ગઈકાલ સુધી તેની પરિસ્થિતિ સુધારા પર હતી. હવે આ શું થઈ ગયું છે તે પરિવારજનો પણ સમજી શકતા નથી. ઈશ્વર કોઈ ચમત્કાર કરે તેવી આશા છે. 

રાજુ શ્રીવાસ્તવને હૃદય રોગના હુમલાના કારણે હોસ્પિટલમાં દાખલ થયાને એક અઠવાડિયાથી પણ વધુ સમય થઇ ગયો છે, પરંતુ હજી તે બેભાન અવસ્થામાં જ છે. તેની આંગળીઓનું તેમજ શરીરના અન્ય હિસ્સાનું હલનચલન થયું હોવાથી ડોકટરોને તેમાં આશાનું કિરણ દેખાયું હતું.તેથી તેની તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું હતું. પરંતુ હવે રાજૂના મગજમાં ધાબા દેખાઇ રહ્યા છે. ડોકટરોએ રાજુની હાલત ગંભીર હોવાનું પરિવારજનોને જણાવી દીધું છે. આ નવાં અપડેટથી તેના ચાહકો ભારે ચિંતાતુર બની ગયા છે.



Google NewsGoogle News