Get The App

રાજ ઠાકરેએ NDAને આપ્યું સમર્થન, વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, જાણો CM શિંદે અંગે શું કહ્યું

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
રાજ ઠાકરેએ NDAને આપ્યું સમર્થન, વડાપ્રધાન મોદીના કર્યા વખાણ, જાણો CM શિંદે અંગે શું કહ્યું 1 - image


Lok Sabha Elections 2024 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ મંગળવારે મુંબઈના શિવાજી પાર્કથી ગુડી પડવા રેલીને સંબોધિત કરી. તેમણે પોતાના ભાષણની શરૂઆતમાં હિન્દુ ભાઈઓ અને બહેનોના સ્વાગતથી કરી. રાજ ઠાકરેએ કહ્યું કે, મનસે પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વગર શરતે સમર્થન આપી રહી છે. રાજ ઠાકરેએ કહ્યું કે, 'જો તમને યાદ હોય તો ભાજપ પહેલા હું પહેલો વ્યક્તિ હતો જેણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બને. 370 માટે મેં વખાણ કર્યા. મને કોઈ વસ્તુ ગમે છે તો હું તેના વખાણ કરું છું. જો મને કોઈ વસ્તુ પસંદ નથી આવતી તો હું તેના વખાણ નથી કરતો.'

રાજ ઠાકરેએ કહ્યું કે, 'એક વર્ષથી વધુ સમય સુધી મારી સાથે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સંપર્ક કર્યો. મને દેવેન્દ્ર ફડણવીસે સંપર્ક કર્યો. એટલા માટે મેં અમિત શાહને ફોન કર્યો અને તેમની સાથે મુલાકાત કરી. હું બેઠક વહેંચણીના આ વિવાદમાં પડવા નહોતો માંગતો. મેં કહ્યું કે કોઈની સાથે નથી જોડાવું. હું પોતાની પાર્ટી ચિહ્ન સાથે સમજૂતી નહોતો કરી શકતો. મને લોકસભા, રાજ્યસભા કે એમએલસી નથી જોતી. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વગર શરતે સમર્થન આપું છું.'

'હું કોઈને આધીન કામ નથી કરતો'

રાજ ઠાકરેએ કહ્યું કે, 'અમિત શાહ સાથે મુલાકાત બાદ અવનવી અફવા ઉડવા લાગી. મને પણ મજા આવી રહી હતી. તે દિવસે મારી અમિત શાહ સાથે મુલાકાત થઈ. ત્યારે સમાચાર આવ્યા કે હું શિંદેની શિવસેનાનો પ્રમુખ બનીશ. આ કેવા સમાચાર છે? હું કોઈ પાર્ટીને નથી તોડતો. હું કોઈને આધીન કામ નથી કરતો. હું માત્ર મનસે પાર્ટીનો પ્રમુખ બનીશ.'

રાજ ઠાકરેએ કહ્યું કે, 'સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરેને જુઓ કેવી રીતે તેઓ વડાપ્રધાન મોદી વિરૂદ્ધ વાતો કહી રહ્યા છે. તેઓ મુખ્યમંત્રી પદ ઈચ્છતા હતા. આ બધુ એટલા માટે કરી રહ્યા છે કારણ કે તમારી પાર્ટી હવે તૂટી ચૂકી છે.'

મનસે પ્રમુખે કહ્યું કે, મહારાષ્ટ્રમાં 5 વર્ષ બાદ ચૂંટણી થઈ રહી છે. હજુ નગર નિગમ ચૂંટણી થવાની બાકી છે. કાલે મેં સમાચાર વાંચ્યા, નગર નિગમ હોસ્પિટલના તમામ ડૉક્ટર અને સિસ્ટર ચૂંટણી કાર્યમાં લાગ્યા છે. હું હોસ્પિટલના ડૉક્ટરો અને સિસ્ટર્સને આગ્રહ કરવા માગુ છું કે તેઓ દર્દીઓ માટે કામ કરે, જો તમારા વિરૂદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો હું તમારી સાથે છું.


Google NewsGoogle News