મની લોન્ડરિંગ કેસમાં રાજ કુંદ્રાને આજે હાજર થવા ફરી સમન્સ
પોર્ન ફિલ્મોને લગતા કેસમાં ઈડીની કાર્યવાહી
અગાઉ દરોડા બાદ સમન્સમાં હાર ન રહ્યોઃ અભિનેત્રી ગહના વિશિષ્ઠને પણ સમન્સ
ઈડીએ અગાઉ રાજ કુંદ્રાને સમન્સ પાઠવીને સોમવારે પૂછપરછમાં હાજર રહેવા જણાવ્યું હતું. પરંતુ તે સોમવારે ઈડી સમક્ષ હાજર થયો નહોતો. તેણે તપાસમાં હાજર રહેવા માટે સમય માંગ્યો હતો. તેની માંગણી ઈડીએ દ્વારા ફગાવી દેવામાં આવી હતી અને તેને બીજું સમન્સ મોકલવામાં આવ્યું હતું. હવે તેને બુધવારે હાજર રહેવાના આદેશ આપવામાં આવ્યો છે.
ઈડીએ શુક્રવારે ગત શુક્રવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા અને અન્ય કેટલાક લોકો સંબંધિત પોર્ન રેકેટ કેસમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે ઘર, ઓફિસમાં દરોડા પાડયા હતા. મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં આશરે ૧૫ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
૨૦૨૧માં બહાર આવેલા પોર્ન કેસની તપાસમાં પોલીસનેજાણવા મળ્યું હતું કે કેટલીક નવી અભિનેત્રીને વેબસિરીઝ અને શોર્ટ ફિલ્મમાં બ્રોક આપવાની લાલચ આપી ઓડિશન માટે બોલાવવામાં આવી હતી. તેમને બોલ્ડ દ્રશ્યો આપવાના બહાને ન્યૂડ અને અર્ધનગ્ન વીડિયો બનાવવામાં આવ્યો હતો.
પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે તેમની તપાસમાં જાણવા મળ્યું કે કુંદ્રાએ આર્મ્સ પ્રાઈમ મીડિયા પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી હતી. જેણે લંડન સ્થિત કેનરીન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા સોશિયલ મીડિયા પર વાંધાજનક વીડિયો અપલોડ કરવા માટે હોટશોટ્સ એપ ખરીદી હતી.
કુંદ્રાના ફોનમાં કેનરીન અને તેના નાણાંકીય વ્યવહારો સંબંધિત વોટ્સએપ ચેટ્સ હતા. તેણે ૧૧૯ એડલ્ટ ફિલ્મો એક વ્યક્તિને ૧૨ લાખ ડોલરમાં વેચવાની ચર્ચા કરી હતી.
આ કેસમાં કુંદ્રાની ધરપકડ થઈ હતી. જો બે મહિના જેલમાં વિતાવ્યા બાદ સપ્ટેમ્બર, ૨૦૨૧માં તેને જામીન મળી ગયા હતા.
અગાઉ કુંદ્રાએ સ્વબચાવવામાં દાવો કર્યો હતો કે કથિત પોર્ન ફિલ્મ નિર્માણમાં સક્રિય રીતે સામેલ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હતો.