પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં રાજ 63 દિવસ જેલની હવા ખાઈ ચૂક્યો છે
મુંબઈ પોલીસે રાજને સૂત્રધાર ગણાવ્યો હતોે
મુંબઈના મઢ આઈલેન્ડમાં શૂટ થયેલી ફિલ્મો મોબાઈલ એપ્સ પર અપલોડ થતી હતી
મુંબઈ : રાજ કુન્દ્રા અગાઉ પોર્ન ફિલ્મો બનાવી તેને મોબાઈલ એપ દ્વારા વેચવાના કેસમાં સપડાઈ ચૂક્યો છે. આ કેસમાં ૬૩ દિવસ જેલની હવા ખાધા બાદ જામીન પર છૂટયો હતો.
મુંબઈમાં મઢ આઈલેન્ડના એક બંગલામાં ફેબુ્રઆરી ૨૦૨૧માં પોર્ન ફિલ્મો બનાવવાનું રેકેટ પકડાયું હતું. ફિલ્મોમાં કામ કરવા ઈચ્છતી યુવતીઓ તથા કેટલીક જાણીતી મોડલો પાસે પોર્ન શૂટિંગ કરાવાતું હતું. આ વીડિયો કેટલીક મોબાઈલ એપ્સને વેચવામાં આવતા હતા. આ ફિલ્મો યુકેની કંપની કેનરીન પ્રોડક્શનને અપલોડ કરવા માટે મોકલવા બદલ ઉમેશ કામતની ધરપકડ થઈ હતી અને તેની પૂછપરછમાં રાજ કુન્દ્રાની સંડોવણી બહાર આવી હતી. એવી ખબર પડી હતી કે આ કંપની રાજ કુન્દ્રાના પરિવારના જ એ ક સભ્ય પ્રદીપ બક્ષીએ જ શરુ કરી હતી. રાજ કુન્દ્રા અને બક્ષી વચ્ચેની કેટલીક વ્હોટસ એપ ચેટના આધારે પોલીસે એવો આરોપ મૂક્યો હતો કે રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મો વેચવાના સમગ્ર વ્યવસાય સાથે સીધી રીતે સંકળાયેલો હતો.
મુંબઈ પોલીસે આ પોર્ન ફિલ્મો બનાવવાના રેકેટનો સૂત્રધાર શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા હોવાનો આરોપ મૂકી જુલાઈ ૨૦૨૧માં તેની ધરપકડ કરતાં દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. મુંબઈની આર્થર રોડ જેલમાં રાજ કુન્દ્રાએ ૬૩ દિવસ કોટડીમાં વિતાવવા પડયા હતા. બાદમાં સપ્ટેમ્બર ૨૦૨૧માં તેનો જામીન પર છૂટકારો થયો હતો.
મુંબઈ પોલીસ આ કેસમાં તેની સામે ચાર્જશીટ પણ ફાઈલ કરી ચૂકી છે.
રાજ કુન્દ્રા આ પોર્ન કેસમાં ફસાયા બાદ શિલ્પા શેટ્ટીએ કેટલીક ટીવી શો છોડવા પડયા હતા અને બોલીવૂડના કેટલાક પ્રોજેક્ટસ તથા એન્ડોર્સમેન્ટ ડીલ્સ પણ તેણે ગુમાવવી પડી હતી.
રાજ સામે એક મોડલ સાગરિકા સોના સુમને પણ એવો આરોપ મૂક્યો હતો કે રાજે તેને એક વેબ સીરિઝમાં કામ આપવાનું વચન આપ્યું હતું અને બાદમાં તેને ન્યૂડ ઓડિશન આપવા જણાવ્યું હતું.
રાજ આ કેસમાં બદનામી બાદ હજુ હમણા સુધી ચહેરા પર ચિત્રવિચિત્ર માસ્ક પહેરીને ફરતો હતો.