કાંદિવલી, મલાડ અને થાણેમાં લાયસન્સ વિના દવા વેચતી કંપનીઓ પર દરોડા
ફૂડ એન્ડ ડ્રગ વિભાગની બાતમીના આધારે કાર્યવાહી
ગેરકાયદેસર રીતે હોમડિલિવરી કરાતી હતીઃ હજારોની દવાઓ જપ્તઃ 7 દવાના નમૂના તપાસ માટે મોકલાયા
મુંબઈ - ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સોમવારે મુંબઈ અને થાણેમાં હોમ ડિલીવરી સેવા પ્રદાન કરી ઓનલાઈન દવાઓનું વેચાણ કરતી ત્રણ કંપનીઓ પર દરોડા પાડયા હતા. આ દરોડા દરમિયાન જાણવા મળ્યું હતું કે આ ત્રણેય કંપનીઓ લાયસન્સ વગર ઓનલાઈન દવાનું વેચાણ કરતી હતી. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને આ ત્રણેય કંપની સામે કાર્યવાહી કરતા રુ. ૧૬ હજારની દાવાઓ જપ્ત કરવામાં આવી હતી. તો સાત દવાના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, ૨૦ જાન્યુઆરીએ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના ગુપ્તચર વિભાગે બાતમી મળી હતી કે એક હોમ ડિલીવરી સેવા કંપની દ્વારા મુંબઈના કાંદિવલી, મલાડ અને થાણેમાં લાયસન્સ વિના ઓનલાઈન દવા વેચાઈ રહી છે.
બાતમીના આધારે કામગીરી કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મુંબઈ અને થાણેમાં કાર્યવાહી કરી હતી. જેમાં થાણેમાં ફોકલો ટેકનોલોજીસ પ્રા.લિ અને કાંદિવલીમાં ભગવતી સ્ટોર્સ પ્રા.લિ. તથા મલાડમાં એસસીયુટીએસઆઈ લોજિસ્ટિક પ્રા.લિ. આ ત્રણેય કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા.
આ દરોડામાં જાણવા મળ્યું હતું કે, આ ત્રણેય કંપનીઓના માલિકો પાસે દવા વેચવા માટે જરુરી લાયસન્સ ન હતુંં. તેમ છતાં આ કંપનીઓ ઓનલાઈન દ્વારા દવાનું વેચાણ કરતા હતા. આ બાદ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આ ત્રણેય કંપનીઓ સામે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ ૧૯૪૦ અને નિયમો ૧૯૪૫ મુજબ, આ કંપનીઓમાંથી રુ. ૧૬૭૦૦ની દવાઓ જપ્ત કરી હતી.
તો ૭ દવાઓના નમૂનાઓ પરિક્ષણ માટે લેવામાં આવ્યા હતા. વધુમાં ભિવંડીના ડિસ્ટ્રીબ્યુટર ક્લાઉડ રિટેલ પ્રા.લિ. આ કંપનીની જે આ ત્રણેય કંપનીઓને દવાનું સપ્લાય કરતી હતી. તેની સામે પણ ં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેથી આ રેકેટમાં અન્ય બીજી કંપનીઓની તો સંડોવણી નથી ને એ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.