Get The App

ગેરકાયદે દારૃનું વેચાણ રોકવા હોટેલો અને ઢાબા પર રેડ : 600 આરોપીની અટક

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
ગેરકાયદે દારૃનું વેચાણ રોકવા હોટેલો અને ઢાબા પર રેડ : 600  આરોપીની અટક 1 - image


ચૂંટણી પહેલાં એક્સાઇઝ ખાતાની કામગીરી

થાણે-પુણે સહિત અનેક શહેરોમાંથી અઢી કરોડનો શરાબનો જથ્થો પકડયો

મુંબઇચૂંટણી દરમિયાન ઘમાં ઉમેદવારો તરફથી મતદારોને મફત દારૃનું પ્રલોભન આપવામાં આવતું હોય છે એ ધ્યાનમાં લઈને રાજ્યના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ  તરફથી થાણે અને પુણે સહિત રાજ્યના આઠ શહેરોમાં ગેરકાયદે દારૃનું વેચાણ અને દારૃનું ઉત્પાદન કરનારા ઉપર દરોડા પાડયા હતા. કેટલીય હોટેલો અને ઢાબા ઉપર પણ રેડ પાડીને ૬૦૦ જણની અટકાયત કરવામાં આવી હતી.

થાણે અને પુણે ઉપરાંત અમરાવતી, સાંગલી, કોલ્હાપુર, નાગપુર, નાંદેડ અને નાશિકમાં રેડ દરમિયાન ૭૦૮ ગુના નોંધવામાં આવ્યા હતા અને અઢી કરોડની કિંમતનો શરાબનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

વાઇનશોપની રોજ તપાસ થશે

શરાબનું વેચાણ કરતી વાઇન શોપની એક્સાઇઝ ખાતા તરફથી રોજેરોજ તપાસ કરવામાં આવશે. આચારસંહિતા દરમિયાન જે વાઇન શોપમાંથી અચાનક શરાબનો વધારો થયો છે, એવું ધ્યાનમાં આવશે તો દુકાનના માલિકની પૂછપરછ કરવામાં આવશે. વાઇન શોપનો સ્ટોક પણ રોજ તપાસવામાં આવશે. આમાં જરા પણ ગડબડ જણાશે તો વાઇન શોપના માલિક સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે એમ એક્સાઇઝ ખાતાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.


Google NewsGoogle News