અમરાવતીમાં રાહુલ ગાંધીની બેગ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવી
એક દિવસ અગાઉ ઝારખંડમાં હેલિકોપ્ટર અટકાવવામાં આવ્યું હતું
વડા પ્રધાન મોદી અને અમિત શાહની બેગ ચેક કેમ નથી કરતા તેવો કોંગ્રેસનો પ્રશ્ન
અમરાવતી જિલ્લામાંની આઠ બેઠકમાંથી એક બેઠક ધામણગાંવ રેલવેના હેલિપેડ પર રાહુલ ગાંધીના હેલિકોપ્ટરે ઉતરાણ કર્યું હતું તે પછી તેમની બેગ ચેક કરવામાં આવી હતી. એક વીડિયોમાં જોઇ શકાય છે કે કેટલાક અધિકારીઓ હેલિકોપ્ટરમાં ચેંકિંગ કરી રહ્યા છે અને રાહુલ ગાંધી પાસે ઉભા રહ્યા હતા તેવું દેખાય છે. થોડી વાર પછી ગાંધી આગળ વધ્યા હતા અને પક્ષના નેતાઓને મળવા લાગ્યા હતા.
હજુ એક દિવસ અગાઉ ઝારખંડમાં ગાંધીનું હેલિકોપ્ટર અટકાવવામાં આવ્યું હતું તેવી ફરિયાદ કોંગ્રેસે ચૂંટણીપંચ સમક્ષ કરી હતી. અને શનિવારે ગાંધીની બેગ ચેક કરવામાં આવી હતી. પત્રકારોને સંબોધન કરતા કોંગ્રેસના વિધાનસભ્ય યશોમતી ઠાકૂરે ચૂંટણી અધિકારીઓએ ભરેલા પગલા સામે પ્રશ્ન ઉઠાવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અથવા મુંખ્ય પ્રધાન એકનાથ શિંદેની બેગ અધિકારીઓ ચેક કેમ નથી કરતા તેવો પ્રસ્ન યશોમતી ઠાકૂરે ઉઠાવ્યો હતો.
નેતાઓની બેગ ચૂંટણીની આચાર સંહિતાના પાલનના ભાગરૂપે ચેક કરવામાં આવે ચે. શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા ઉદ્ધવ ઠાકરેની બેગ યવતમાલમાં ચેક કરવામાં આવી હતી ત્યારે પણ વિવાદ થયો હતો. મોદી, શાહ, શિંદે અને ફડણવીસની બેગ ચેક કેમ થતી નથી. તેવો પ્રશ્ન ઠાકરેએ અધિકારીઓને કર્યોહતો. ઠાકરેએ બેગ ચેકિંગનો વીડિયો પણ લીધો હતો.
જોકે તે પછી ચૂંટણી અધિકારીઓએ શાહ, શિંદે ફડણવીસ, અજિત પવાર વિગેરેની બેગનું ચેકિંગ કર્યું હતું તેવા વીડિયો પણ જોવા મળ્યા હતા.