Get The App

સાવરકરની બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને બીજી ડિસેમ્બરે કોર્ટનું તેડું

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
સાવરકરની બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને બીજી ડિસેમ્બરે કોર્ટનું તેડું 1 - image


સાવરકરના પ્રપૌત્રે કરેલા કેસમાં હાજર રહેવા ફરી સમન્સ

લંડનમા ભાષણ દરમ્યાનં સાવરકરના પુસ્તકના કથિત લખાણનો ઉલ્લેખ કરવા  સામે વાંધો ઉઠાવાયો

મુંબઈ :  હિન્દુત્વ વિચારધારા સામે વાંધાજનક નિવેદન કરવાનો આરોપ કરનારા વિનાયક દામોદર સાવરકરના પ્રપૌત્રે કરેલા ફોજદારી બદનામીના કેસમાં પુણે વિશેષ કોર્ટે રાહુલ ગાંધીને બીજી ડિસેમ્બરે હાજર રહેવાનું સમન્સ જારી કર્યું છે.

 સાવરકરના પ્રપૌત્ર સત્યકી સાવરકરે પુણેની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (એફએમએફસી) કોર્ટ પાસેથી વિશેષ કોર્ટને સોંપવામાં આવ્યો હતો.

ફરિયાદીના વકીલે  જણાવ્યું હતું કે જોઈન્ટ સિવિલ જજ અને જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) અમોલ શિંદેની વિશેષ કોર્ટે ગાંધીને તેમની સામેના આરોપોનો જવાબ આપવા કોર્ટમાં હાજર રહેવું જરૃરી ગણાવીને ૨૩ ઓક્ટોબરે  કોર્ટમાં હાજરી આપવા  સમન્સ જારી કર્યું હતું. પરંતુ સમન્સ મળ્યા નહોવાનું જણાવીને ગાંધી હાજર રહ્યા નહોતા.  આગામી તારીખે હાજરી આપશે એમ તેમના વકીલે કોર્ટને ખાતરી આપી હતી.

સત્યકીએ ફરિયાદમાં આરોપ કર્યો  છે કે લંડનમાં માર્ચ ૨૦૨૩માં ગાંધીઅ ેકરેલા ભાષણમાં દાવો કર્યો હતો કે વી ડી સાવરકરે તેમના પુસ્તક લખ્યું હતું કે તેમના પાંચથી છ મિત્રોએ એક વાર મુસ્લિમને માર્યો હતો અને આથી તેઓ ખુશ થયા હતા.

સત્યકીએ જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની નથી અને સાવરકરે આવું ક્યાંય લખ્યું નથી.ગાંધીના આરોપો ખોટા, ઉપજાવી કાઢેલા હોવાનો આરોપ કર્યો હતો. કોર્ટે પોલીસને આરોપની તપાસ કરીને અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરીને જણાવ્યું હતું કે ફરિયાદમાં પ્રથમદર્શી તથ્ય છે.



Google NewsGoogle News