રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં થાણે કોર્ટે રૂ.500નો દંડ ફટકાર્યો

Updated: Jan 20th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધીને બદનક્ષીના કેસમાં થાણે કોર્ટે રૂ.500નો દંડ ફટકાર્યો 1 - image


ગૌરી લંકેશની હત્યાને આરએસએસ સાથે જોડવાનો કેસ

ભિવંડી કોર્ટે અન્ય કેસમાં સુનાવણી 16 માર્ચ પર રાખી

મંુબઈ: પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો સંબંધ સંઘ સાથે  જોડવા બદલ આરએસએસના કાર્યકર્તાએ કરેલા બદનક્ષીના કેસમાં લેખિત નિવેદન નોંધાવવામાં વિલંબ કરવા બદલ થાણેની કોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર રૂ. ૫૦૦નો દંડ ફટકાર્યો છે.

લેખિત નિવેદન નોંધાવવામાં થયેલા ૮૮૧ દિવસના વિલંબને માફ કરવા ગાંધીના વકિલે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટને જણાવાયું હતું કે ગાંધી દિલ્હીમાં રહે છે અને સાંસદ હોવાથી પ્રવાસ ખેડવાનો આવે  છે આથી વિલંબ થયો હતો, એમ ગાંધીના વકિલે કોર્ટને જણાવ્યું હતું.

મેજિસ્ટ્રેટ કોર્ટે વિલંબને માફ કર્યો હતો અને લેખિત નિવેદન સ્વીકાર્યું હતું પણ સાથે જ રૂ. ૫૦૦નો દંડ પણ કર્યો હતો. વિવેક ચંપાનેકરે રાહુલ ગાંધી પાસેથી રૂ. એકનું નુકસાન ભરપાઈ માગીને બદનક્ષીનો કેસ કર્યો હતો. આગામી સુનાવણી ૧૫ ફેબુ્રઆરીએ રાખવામાં આવી છે.

બીજી તરફ મહાત્મા ગાંધીની હત્યામાં આરએસએસનો હાથ હોવાનો દાવો કરવા બદલ આરએસએસના સભ્ય રાજેશ કુંતેએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે કરેલા ફોજદારી બદનક્ષીના કેસમાં થાણેની ભિવંડી કોર્ટે કેસની સુનાવણી૧૬ માર્ચ પર રાખી છે.  ગાંધી ભારત જોડો ન્યાય યાત્રામાં વ્યસ્ત હોવાથી સમય માગ્યો હતો. ભિવંડી કોર્ટે અરજી સ્વીકારી હતી અને સુનાવણી મોકૂફ રાખી હતી. 

બોમ્બે હાઈકોર્ટ સમક્ષ રિટ અરજી પ્રલંબિત હોવાનું પણ કારણ ધરાયું હતું. રાહુલ ગાંધીએ કેસમાં પુરાવા તરીકે કથિત બદનક્ષીવાળા ભાષણની કોપીને માન્ય કરવાના મેજિસ્ટ્રેટ કોર્ટે આપેલા આદેશ સામે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે જોકે નોઁધ કરી હતી કે હાઈ કોર્ટે નીચલી કોર્ટની કાર્યવાહી પર સ્ટે આપ્યો નથી.


Google NewsGoogle News