Get The App

રાહુલ ગાંધીએ બદનક્ષીનો કેસ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
રાહુલ ગાંધીએ બદનક્ષીનો કેસ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી 1 - image


 ગૌરી લંકેશની હત્યા સાથે આરએસએસના સંબંધનો આરોપ

આરએસએસના કાર્યકરે કરેલી ફરિયાદ રદ  કરવાની અરજી બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટે ફગાવતાં અપીલ કરાઈ

મુંબઈ : બેન્ગ્લોર સ્થિત પત્રકાર ગૌરી લંકેશની હત્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે સંબંધ હોવાનો આરોપ કરવા બદલ થયેલા ૨૦૧૭ના બદનક્ષીના કેસને રદ કરવા કોંગ્રેસના નેતા સાંસદ રાહુલ ગાંધીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. 

આરએસએસના કાર્યકર્તા અને વકિલે કરેલી બદનક્ષીની ફરિયાદ રદબાતલ કરવાનો ઈનકાર કરતા બોરીવલી મેજિસ્ટ્રેટ કોર્ટના ૨૦૧૯ના આદેશને ગાંધીએ પડકાર્યો છે.

કોંગ્રેસના નેતાએ દલીલ કરી હતી કે પોતાને માર્ક્સવાદી સેક્રેટરી સીતારામ યેચૂરી સાથે ખોટી રીતે આરોપી દર્શાવાયો છે. લંકેશની હત્યા બાદ વિવિધ સમયે અને સ્થળે અલગ અલગ નિવેદનો કર્યા હોવાનો આરોપ છે. આથી ફરિયાદીએ પોતે જ ફોજદારી દંડ સંહિતાની કલમ ૨૧૮નો ભંગ કર્યો છે જેના હેઠળ  અલગ ગુના માટે અલગ આરોપો સૂચવાયા છે. આથી આરોપીઓ સામે સમાન કેસ  ચલાવી શકાય નહીં.   ૨૦૧૭માં એડવોકટ ધુ્રતીરામ જોશીએ રાહુલ ગાંધી,સોનિયા ગાંધી અને યેચૂરી સામે ખાનગી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ ૨૦૧૭ની હતી જ્યારે ગૌરી શંકરની હત્યા થઈ હતી.

ગાંધીએ ફરિયાદ રદ કરવાની અરજીમાં દલીલ કરી હતીં કે નિવેદનો પોતે અને યચૂરીએ જુદી જગ્યાએ જુદા સમયે કર્યા હોવાથી કેસ સંયુક્તરીતે ચલાવી શકાય નહીં. ફરિયાદ કાયદાની દ્રષ્ટીએ અયોગ્ય છે અને રદબાતલને પાત્ર છે.

આ અરજીની સુનાવણી આજે થવાની હતી પણ પાંચ ડિસેમ્બર પર મોકૂફ રખાઈ છે.



Google NewsGoogle News