સંસદના શિયાળુ સત્રને લીધે રાહુલ ગાંધી કોર્ટમાં ગેરહાજર
સાવરકરની બદનક્ષીના કેસ વકીલની કોર્ટ સમક્ષ રજૂઆત
10મી જાન્યુઆરીએ આગામી સુનાવણી વખતે કોર્ટમાં હાજર રહેશે તેવી વકીલે ખાતરી આપી
મુંબઈ : હિન્દુત્વ વિચારધારા સામે વાંધાજનક નિવેદન કરવાનો આરોપ કરનારા વિનાયક દામોદર સાવરકરના પ્રપૌત્રે કરેલા ફોજદારી બદનામીના કેસમાં રાહુલ ગાંધી સંસદના શિયાળુ સત્રને લીધે પુણે વિશેષ કોર્ટેમાં હાજર રહ્યા નહોતા.
ગાંધીના વકિલ મિલિન્દ પવારે જણાવ્યુંહતું કે સંસદનુ સત્ર ચાલુ હોવાને કારણે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહી શક્યા નહોવાથી તેમને મુક્તિ આપવામાં આવે. આગામી ૧૦ જાન્યુઆરીએ તેઓ કોર્ટમાં હાજરી આપશે.
સાવરકરના પ્રપૌત્ર સત્યકી સાવરકરે પુણેની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (એફએમએફસી) કોર્ટ પાસેથી વિશેષ કોર્ટને સોંપવામાં આવ્યો હતો.
ફરિયાદીના વકિલે જણાવ્યું હતું કે જોઈન્ટ સિવિલ જજ અને જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) અમોલ શિંદેની વિશેષ કોર્ટે ગાંધીને તેમની સામેના આરોપોનો જવાબ આપવા કોર્ટમાં હાજર રહેવું જરૃરી ગણાવીને ૨૩ ઓક્ટોબરે કોર્ટમાં હાજરી આપવા સમન્સ જારી કર્યું હતું. પરંતુ સમન્સ મળ્યા નહોવાનું જણાવીને ગાંધી હાજર રહ્યા નહોતા.
સત્યકીએ ફરિયાદમાં આરોપ કર્યો છે કે લંડનમાં માર્ચ ૨૦૨૩માં ગાંધીઅ ેકરેલા ભાષણમાં દાવો કર્યો હતો કે વી ડી સાવરકરે તેમના પુસ્તક લખ્યું હતું કે તેમના પાંચથી છ મિત્રોએ અકે વાર મુસ્લિમને માર્યો હતો અને આથી તેઓ ખુશ થયા હતા.
સત્યકીએ જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના બની નથી અને સાવરકરે આવું ક્યાંય લખ્યું નથી.ગાંધીના આરોપો ખોટા, ઉપજાવી કાઢેલા હોવાનો આરોપ કર્યો હતો. કોર્ટે પોલીસને આરોપની તપાસ કરીને અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું. પોલીસે તપાસ હાથ ધરીને જણાવ્યું હતું કે ફરિયાદમાં પ્રથમદર્શી તથ્ય છે.