થાણેમાં આરપીએફની ત્વરિત કાર્યવાહીથી બાળકનો જીવ બચ્યો

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
થાણેમાં આરપીએફની ત્વરિત કાર્યવાહીથી બાળકનો જીવ બચ્યો 1 - image


ઈન્સ્પેક્ટર બાળકને તેડીને દોડયા

મલાડની રહેવાસી મહિલાના બાળકનો શ્વાસ રૃંધાવા માંડતા કટોકટી ઉભી થઇ

મુંબઇ :  થાણે રેલવે સ્ટેશન પર આરપીએફ અધિકારીની સતર્કતાથી અઢી વર્ષના બાળકનો જીવ બચી ગયો હતો. 

ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેન થાણે પહોંચી ત્યારે મલાડની રહેવાસી મહિલાના અઢી વર્ષના દીકરાની તબિયત અચાનક  બગડી ગઇ હતી. એટલે મહિલા તેના બાળક સાથે થાણે સ્ટેશને જ ઉતરી ગઇ હતી.

આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ને ખબર પડતા તરત જ મહિલાની મદદે દોડી ગયા હતા. ફરજ પરના સબ-ઇન્સ્પેક્ટર રાજવીર સિંહે ઘડીનોય વિલંબ કર્યા વિના બાળકને તેડીને  સ્ટેશન પરના ક્લિનિકમાં લઈ ગયા હતા.  ત્યાં ડોક્ટરે બાળકને તપાસી તત્કાળ મોટી હોસ્પિટલમાં લઇ જવાની સલાહ આપી હતી.આથી રાજવિરસિંહે એમ્બ્યુલન્સ બોલાવી હતી અને સ્ટેશનથી થોડે દૂર આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. સારવાર બાદ એક કલાકમાં બાળક સામાન્ય રીતે શ્વાસ લેવા માંડયું હતું. આમ જોખમ ટળ્યું હતું અને બાળકને નવું જીવન મળ્યું હતું.



Google NewsGoogle News