ફોરેક્સ ટ્રેડિંગ એપ કેસમાં ટીવી સ્ટાર ક્રિસ્ટલ ડિસોઝા, કરણ વાહીની પૂછપરછ

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
ફોરેક્સ ટ્રેડિંગ એપ કેસમાં ટીવી  સ્ટાર ક્રિસ્ટલ ડિસોઝા, કરણ વાહીની પૂછપરછ 1 - image


રોકાણકારો સાથે રૃા. 500 કરોડની છેતરપિંડીનો આરોપ

ઈડી દ્વારા અન્ય ટીવી કલાકાર નિયા શર્માને પણ પૂછપરછ માટે સમન્સઃજોકે, આ કલાકારોને આરોપી તરીકે દર્શાવાયા નથી

મુંબઇ :  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ બુધવારે ગેરકાયદેસર ઓનલાઇન ફોરેક્સ ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા રોકાણકારો સાથે રૃા. ૫૦૦ કરોડની છેતરપિંડી કરવાના કેસ સંબંધિત મની લોન્ડરિંગના મામલામાં  બે ટીવી કલાકાર ક્રિસ્ટલ ડિસોઝા તથા કરણ વાહીની પૂછપરછ કરી હતી. 

અભિનેતા એક્ટર ક્રિસ્ટલ ડિસોઝા અને કરણ વાહીને ઓક્ટા એફએક્સ નામની એમના પ્રમોશન માટે કરવામાં આવેલી પૈસાની ચૂકવણી વિશે માહિતી મેળવવા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. બંનેના નિવેદન નોંધવામાં આવ્યા છે. ઇડી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ (પીએમએલએ) હેઠળ આ કેસની તપાસ કરી રહી છે.

અન્ય એકટીવી એક્ટ્રેસ અને મોડલ નિયા શર્માને પણ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. એજન્સી આ પ્લેટફોર્મની કામગીરીને સમજવા માગતી હોવાનું કહેવાય છે. તેમ જ આ કલાકારોને ખોટા કે આરોપી તરીકે જોવામાં નહીં આવે.

અસંખ્ય રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી છેતરવા બાબતે પુણેના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં એપ્લિકેશન અને તેના પ્રમોટર્સ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. પછી ઇડીએ ગુનાની તપાસ હાથધરી હતી. ફેડરલ એજન્સીએ અગાઉ કહ્યું હતું કે એપ અને તેની વેબસાઇટને ફોરેક્સ ટ્રેડિંગમાં ડીલ કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા મળી નહોતી.

આ પ્લેટફોર્મને સોશિયલ નેટવર્કિંગ સાઇટસ પર વ્યાપકપણે પ્રમોટ કરવામાં આવ્યું હતું. ફોરેક્સ ટ્રેડિંગની આડમાં ભંડોળ એકત્ર કરવા માટે ટ્રેડિંગ એપ અને વેબસાઇટ પર જુદી જુદી ભારતીય બેંકોના ખાતાની માહિતી રોકાણકારોને બતાવવામાં આવી હતી. જો કે આ માહિતી સાથે ચેડાં કરવામાં આવ્યા હતા. ઇડીએ ગત એપ્રિલમાં કંપની અને તેના પ્રમોટર્સ સંબંધિત જગ્યાએ મુંબઇ, ચેન્નાઇ, કોલકાતા, દિલ્હીમાં દરોડા પાડયા હતા.

આરોપીએ છેતરપિંડીની રકમ ઇ- વોલેટ એકાઉન્ટસ ડમી સંસ્થાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. આ મોડસ ઓપરેન્ડીથી કંપનીએ ફોરેક્સ ટ્રેડિંગના બહાને રોકાણકારોને જાળમા ફસાવીને ભારતમાંથી રૃા. ૫૦૦ કરોડ પડાવી લીધા હતા. આ રકમને શેલ કંપની દ્વારા વિવિધ સર્વિસના નામે વિદેશમાં મોકલવામાં આવી હતી. એજન્સીએ દાવો કર્યો હતો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ પ્રોફેશનલ્સના નેટવર્ક બનાવટી  સર્ટીફિકેટ આપ્યું હતું. જેનો ઉપયોગ બેંકખાતા, કંપનીના ભંડોળ માટે કરવામાં આવ્યો હતો.

આ એકાઉન્ટસમાં જમા કરાયેલા પૈસાની  લેવડદેવડ સ્પેન, રશિયા, જ્યોર્જિયા, દુબઇથી ગુ્રપના માલિકો દ્વારા કરવામાં આવી રહી હતી. કંપનીએ ટ્રેડિંગ પ્લેટફોર્મ ઓપરેટ કરવા માટે  સ્પેન/ રશિયામાં કામ કરતા અનેક ભારતીય નાગરીકને કામ પર રાખ્યા હતા. આ કેસમાં અત્યારસુધીમાં રૃા. ૩૫ કરોડના મૂલ્યની ક્રિપ્ટો કરન્સી, બેંક ડિપોઝીટ, સોનાના સિક્કા જપ્ત કરાયા છે.



Google NewsGoogle News