મહિલા આર્ટિસ્ટના આપઘાત કેસમાં પુષ્પાના અભિનેતાની ધરપકડ

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
મહિલા આર્ટિસ્ટના આપઘાત કેસમાં પુષ્પાના અભિનેતાની ધરપકડ 1 - image


સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

જગદીશે મહિલા આર્ટિસ્ટના બિભત્સ ફોટા પાડી વાયરલ  કરવાની ધમકી આપી હતી

 મુંબઇ :  સુપરહિટ ફિલ્મ 'પુષ્પા, ધી રાઈઝ'માં મુખ્ય અભિનેતા અલ્લુ અર્જુનના મિત્રની ભૂમિકા ભજવનારા એક્ટર જગદીશની એક મહિલા આર્ટિસ્ટની સતામણી કરી તેને આત્મહત્યાની ફરજ પાડવાના કિસ્સામાં ધરપકડ કરવામાં આવી છે. 

જગદીશે આ મહિલા આર્ટિસ્ટની કેટલીક વાંધાજનક તસવીરો પાડી લીધી હોવાનું કહેવાય છે. ત્યારબાદ તે આ મહિલાને આ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરી રહ્યો હતો. આ સતામણીથી ત્રાસીને મહિલા આર્ટિસ્ટે આપઘાત કરી લીધો હતો. 

જગદીશને આત્મહત્યા માટે જવાબદાર ઠેરવાયા બાદ તે ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે બાદમાં તેની ધરપકડ કરી તેને કોર્ટ સમક્ષ હાજર કરતાં અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. 

જગદીશ 'પુષ્પા'ના બીજા ભાગ 'પુષ્પા ધી રુલ'માં પણ કામ કરી રહ્યો છે.



Google NewsGoogle News