'પુષ્પા' અલ્લુ અર્જુન બેસ્ટ એક્ટર, આલિયા અને કૃતિ સેનન શ્રેષ્ઠ અભિનેત્રીઓ
69મા નેશનલ એવોર્ડમાં આરઆરઆરને લોકપ્રિય ફિલ્મ, રોકેટ્રીને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ
હિન્દીમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ સરદાર ઉદ્યમસિંઘને ફાળે, કાશ્મીર ફાઈલ્સને રાષ્ટ્રીય એકતા માટેની શ્રેષ્ઠ ફિલ્મનો નરગીત દત્ત એવોર્ડ : પંકજ ત્રિપાઠી, પલ્લવી જોશી બેસ્ટ સપોર્ટિંક એકટરઃ આરઆરઆરને 6 એવોર્ડ
સંજય લીલા, કરણ જોહર, રાજામૌલીએ ખુશી વ્યક્ત કરી, થલાઈવી માટે એવોર્ડની આશા રાખી બેઠેલી કંગના રણૌતે કહ્યુ ઈશ્વરે અત્યાર સુધી ઘણું આપ્યું છે
મુંબઇ : ભારત સરકાર દ્વારા આજે જાહેર કરાયેલા ૬૯મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ 'પુષ્પાઃ ધી રાઈઝ' ફિલ્મ માટે તેલુગુ અભિનેના અલ્લુ અર્જુનને મળ્યો છે. શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર બે એકટ્રેસ વચ્ચે વહેંચાયો છે. આલિયા ભટ્ટને 'ગંગુબાઈ કાઠિયાવાડી' માટે તથા કૃતિ સેનનને 'મીમી' ફિલ્મ માટે આ એવોર્ડ જાહેર થયો છે. બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ આર. માધવનની 'રોકેટ્રી'ને મળ્યો છે. જોકે, સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો એવોર્ડ 'આરઆરઆર'ને અપાયો છે. હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ વીકી કૌશલની 'સરદાર ઉદ્યમસિંઘ'ને મળ્યો છે. ટિકિટબારી પર લોકજુવાળ સર્જનારી ફિલ્મ 'ધી કાશ્મીર ફાઈલ્સ'ને રાષ્ટ્રીય એકતા જગાવનારી ફિલ્મ તરીકેનો નરગીત દત્ત એવોર્ડ જાહેર કરાયો છે. 'શેરશાહ' ફિલ્મને સ્પેશ્યલ જ્યૂરી એવોર્ડ જાહેર કરાયો છે.
ફિલ્મ 'મીમી' માટે જ પંકજ ત્રિપાઠીનેબેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ અપાયો છે. જ્યારે પલ્વવી જોશીને 'ધી કાશ્મીર ફાઈલ્સ' માટે બેસ્ટ સપોર્ટિંગ એકટ્રેસનો એવોર્ડ મળ્યો છે.
આ વખતે એવોર્ડ માટે કુલ ૪૩૦ એન્ટ્રી આવી હતી. એવોર્ડ નક્કી કરવા માટે રચાયેલી જ્યૂરીમાં ફીચર ફિલ્મ કેટેગરીના ચેરમેન કેતન મહેતા, નોન ફીચર ફિલ્મ જ્યૂરીા ચેરમેન તરીકે વસંત સાઈ તથા બેસ્ટ રાઈટિંગ ઓન સિનેમાની જ્યૂરીના ચેરમેન તરીકે યતીન્દ્ર મિશ્રાનો સમાવેશ થતો હતો. માહિતી પ્રસારણ મંત્રાલય દ્વારા આ એવોર્ડઝની જાહેરાતનુ ંલાઈવ વેબકાસ્ટીંગ કરવામાં આવ્યું હતું.
'એક થા ગાંવ' નામની ફિલ્મને નોન ફીચર કેટેગરમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ જાહેર કરાયો હતો. બાળ ફિલ્મોની કેટેગરીમાં ગુજરાતી ફિલ્મ 'ગાંધી એન્ડ સન્સ'ને એવોર્ડ જાહેર થયો હતો. બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ મરાઠી ફિલ્મ 'ગોદાવરી' માટે નિખિલ મહાજનને જાહેર કરાયો હતો. બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીન પ્લે તથા બેસ્ટ ડાયલોગ્સના એવોર્ડ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ેને ફાળે ગયા હતા.
સંજય લીલા ભણશાળીએ આ એવોર્ડઝ તથા અન્ય એવોર્ડઝ પોતાની ફિલ્મને મળ્યા તે અંગે ખુશી જાહેર કરતાં કહ્યું હતું કે સારી ફિલ્મોની કદર થઈ છે. અમારા બધા માટે આ ધન્યતાની ઘડી છે.
'આરઆરઆર'ના સર્જક એસ. રાજામૌલીએ એવોર્ડઝની સિક્સર વાગી હોવાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પોતાન ટીમને અભિનંદન આપ્યાં હતાં. સાથે સાથે તેમણે આલિયાને પણ અભિનંદન પાઠવતાં લખ્યું હતું કે ગંગુ ચાંદ થી ઔર ચાંદ રહેગી.
કરણ જોહરે 'શેરશાહ'ને એવોર્ડ માટે ખુશી વ્યક્ત કરવાની સાથે સરકારનો આભાર માન્યો હતો.
બીજી તરફ કંગના રણૌતે પોતાને 'થલાઈવી ફિલ્મ માટે એવોર્ડ ન મળ્યો તે અંગ આડકતરી રીતે નિરાશા વ્યક્ત કરી હતી. તેણે તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન આપતાં લખ્યું હતું કે આપણી આસપાસ આટલું સારું સર્જનાત્મક કામ થઈ રહ્યું છે તે જાણીને આનંદ અનુભવાય છે. પરંતુ મારી ફિલ્મ 'થલાઈવી'ને એવોર્ડ ન મળ્યો તેનાથી નિરાશ થનારાઓને કહેવાનું કે ભગવાન શ્રીકૃષ્ણએ અત્યાર સુધી મને ઘણું આપ્યું છે. એને ઈશ્વરે જે નથી આપ્યું તેના માટે પણ હું તેમની ઋણી છું. આર્ટ એ સબ્જેક્ટિવ બાબત છે અને જ્યુરીએ બેસ્ટ કામગીરી બજાવી હશે ે એમ હું માનું છું.
પંકજ ત્રિપાઠીએ પોતાના પ્રત્યાઘાતમાં કહ્યું હતું કે હજુ હમણા જ મારા પિતાજીનો દેહાંત થયો છે. તેઓ આ ક્ષણ જોવા જીવતા રહ્યા હોત તો મને વધારે ખુશી થાત. બીજી તરફ અલ્લુ અર્જુન 'પુષ્પા'ની ટીમ સાથે એવોર્ડની ખુશી મનાવતો હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.