Get The App

પુણેમાં 3 દાયકા બાદ અતિવૃષ્ટિને લીધે હાહાકારઃ 4ના મોત

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
પુણેમાં 3 દાયકા બાદ અતિવૃષ્ટિને લીધે હાહાકારઃ 4ના મોત 1 - image


આગામી 5 દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ

એનડીઆરએફ અને લશ્કરના જવાનો દ્વારા યુધ્ધના ધોરણે બચાવકાર્ય : લોનાવલાના રિસોર્ટમાં ફસાયેલા 29 ટુરિસ્ટોને ઉગારાયાઃ સ્કૂલ- કોલેજો- ઓફિસોમાં રજાઃ ખડકવાસલા ડેમમાંથી પાણી છોડાતા સ્થિતિ વણસી

મુંબઈ :  મહારાષ્ટ્રની સાંસ્કૃતિક નગરી પુણે ઉપર આજે બારે મેઘ ખાંગા થઈને વરસતા છેલ્લા ૩૨ વર્ષમાં ન થઈ હોય એવી અતિવૃષ્ટિને કારણે હાહાકાર મચી ગયો હતો. વિનાશકારી વરસાદને કારણે ચાર જણે જીવ ગુમાવ્યો હતો. પુરગ્રસ્ત પુણે અને આસપાસના વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવા માટે લશ્કરની મદદ લેવામાં આવી છે, એટલું જ નહીં દુર્ગમ ભાગોમાં ફસાયેલાને જરૃર પડયે હેલિકોપ્ટરથી એરલિફટ કરવાનો સરકારે આદેશ આપ્યો છે.

પુણે નજીકના તામ્હીણી ઘાટમાં છેલ્લાં ચોવીસ કલાકમાં લગભગ ૨૨ ઈંચ વરસાદ પડયો હચો અને પુણે શહેરમાં આ

 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. આને લીધે આસમાની આફતે પુણે શહેર અને જિલ્લાને ધમરોળી નાખ્યાં હતાં. પુણેમાં જુદા જુદા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવતા સ્કૂલ- કોલેજોમાં રજા આપવામાં આવી છે.

પુણેને છેલ્લાં બે દિવસથી ધમરોળી રહેલા વરસાદને લીધે મુળા અને મુઠા નદીમાં પૂર આવતા પુણે શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. અધૂરામાં પૂરું ખડક વાચલા ડેમમાંથી ૨૫ હજાર કયુસેક પાણી છોડવામાં આવતા પરિસ્થિતિ વધુ વણસી હતી.

પુણે પાસેના પ્લાન્ડ સીટી લવાસામાં મોટી ભેખડ ધસી પડતા ત્રણ બંગલા દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક જણનું મોત નિપજય્ હતું. જ્યારે માટી નીચે બે જણ દબાઈ ગયાનો ભય સેવાઈ રહ્યો છે. પુણેમાં ડેક્કન વિસ્તારમાં પાણીમાં ફસાયેલા હાથ લારી બહાર કાઢવા ગયેલા ત્રણ જણને કરન્ટ લાગતા તેમનું મોત થયું હતું.

પુણે જિલ્લાના લોનાવલામાં માલવલી વિસ્તારના રિસોર્ટમાં ૨૯ ટુરીસ્ટો ફસાઈ ગયા હતા. જેમને પોલીસ અને એનડીઆરએફની ટીમે હેમખેમ બચાવી લીધા હતા.

પુણેના રસ્તાઓ ઉપર વાહનો દોડતા તેની જગ્યાએ હોડીઓ ફરવા માંડી હતી. લગભગ ૪૦થી વધુ રબ્બરની હોડીઓની મદદથી નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સિંહગઢ વિસ્તારમાં તો પરિસ્થિતિ સૌથી ગંભીર હોવાથી ત્યાં લશ્કરના જવાનોએ બચાવકાર્યની જવાબદારી સંભાળી લીધી હતી. ભારે વરસાદને કારણે મુંબઈ- પુણે વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. એટલું જ નહીં મુંબઈ- પુણે એક્સપ્રેસ વે અને જૂના હાઈવે પરના ટ્રાફિકને પણ અસર થઈ હતી.



Google NewsGoogle News