Get The App

પનવેલ અને મુંબ્રાથી 1 કરોડનું સાયકોટ્રોપિક ડ્રગ્સ જપ્ત

Updated: May 7th, 2024


Google NewsGoogle News
પનવેલ અને મુંબ્રાથી 1 કરોડનું સાયકોટ્રોપિક ડ્રગ્સ જપ્ત 1 - image


ડ્રગ્સ મગાવી મુંબઈ તથા આસપાસના શહેરોમાં વેચવાનું કૌભાંડ

169 કિ.ગ્રામ કોડેન કફ સીરપ, અલ્પ્રાઝોલમની 22000 ગોળીઓ જપ્તઃ 1ની ધરપકડજ

મુંબઇ :  નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના મુંબઇ યુનિટે પનવેલ અને મુંબ્રામાં કાર્યવાહી કરી આંતરરાજ્ય ડ્રગ્સ સિન્ડિકેટનો પર્દાફાશ કરી ૧૬૯ કિ.ગ્રામ કોડેન કફ સીરપ, અલ્પ્રાઝોલમની ૨૨,૦૦૦ ગોળીઓ તેમજ નાઇટ્રોઝેપનની ગોળીઓ મળી કુલ એક કરોડ રૃપિયાની કિંમતનું સાયકોટ્રોપિક ડ્રગ્સ જપ્ત કર્યું હતું. એનસીબીએ આ પ્રકરણે એક વ્યક્તિની ધરપકડ કરી તેના વાહનનો પણ જપ્ત કર્યું હતું. આ પ્રકરણે એનસીબીએ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર એનસીબીને ફાર્મા/સાયકોટ્રોપિક ડ્રગ્સના આંતરરાજ્ય  ડ્રગ્સ રેકેટની જાણ થઇ હતી. આ ડ્રગ્સ રેકેટમાં સંડોવાયેલા લોકો અન્ય  સાગરિતો પાસેેથી ગેરકાયદે ફાર્માસ્યુટિકલ- સાયકોટ્રોપિક ડ્રગ્સ લાવી મુંબઇ અને આજુબાજુના શહેરમાં વેચી રહ્યા હોવાની જાણ થયા બાદ એનસીબીની ટીમે પનવેલમાં છટકું ગોઠવી ટી-એમ શફી નામની એક વ્યક્તિને તાબામાં લીધો હતો. ત્યારબાદ એનસીબીની ટીમે તેના જણાવ્યા મુજબ એક સ્ટોરેજ વિસ્તારની તપાસ કરી કોડેન કફ સીરપ અને આલ્પ્રાઝોલમની ગોળીઓ જપ્ત કરી હતી. 

એનસીબીએ પ્રથમ પનવેલ અને ત્યારબાદ મુંબ્રામાં છાપો મારી કુલ ૧૬૯.૭ કિ.ગ્રા. કોડેન કફ સીરપ, અલ્પ્રાઝોલમની ૨૨ હજાર ગોળીઓ અને નાઇટ્રોઝેપામની ૧૦૩૮૦ ગોળીઓ મળી કુલ એક કરોડની કિંમતનું સાયલેટ્રોપિક ડ્રગ્સ જપ્ત કર્યું હતું. એનસીબીએ પકડેલ શફીની વધુ તપાસ હાથ ધરી અન્યોને પકડી પાડવાના પ્રયાસ હાથ ધરાયા છે. દરમિયાન એનસીબીને અન્ય રાજ્યમાંથી ગેરકાયદે આવા સાયકોટ્રોપિક ડ્રગ્સ લાવી વેચતી અન્ય ટોળીઓની પણ જાણકારી મળી હોવાથી આ બાબતે વધુ તપાસ ચાલી રહી છે.



Google NewsGoogle News