ટૂંકા વસ્ત્રોમાં ઉત્તેજક નૃત્ય અશ્લીલ કૃત્ય ગણાય નહીં : હાઈકોર્ટ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
ટૂંકા વસ્ત્રોમાં ઉત્તેજક નૃત્ય  અશ્લીલ કૃત્ય ગણાય નહીં  : હાઈકોર્ટ 1 - image


ફિલ્મોમાં અને બ્યુટી પેજન્ટમાં પણ આવા દ્રશ્યો જોવા મળે છે 

પોલીસ આને અશ્લીલ ગણતી હશે પરંતુ કોર્ટ પ્રગતિશીલ વિચારધારા ધરાવે છે, આવો નિર્ણય પોલીસ પર ન છોડાય ડાન્સર્સ પર નકલી નોટો ઉડાડનારા 5 સામે થયેલી એફઆઈઆર હાઈકોર્ટે રદ કરી

મુંબઈ :  ટૂંકા સ્કર્ટ પહેલીને ઉત્તેજક નૃત્ય કરવું કે ઈશારા કરવા એ ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ દંડનીય અશ્લીલ કૃત્ય ગણી શકાય નહીં, એમ બોમ્બે હાઈ કોર્ટે તાજેતરના ચુકાદામાં જણાવ્યું હતું.

હાઈ કોર્ટની નાગપુર બેન્ચે  ટૂંકા કપડાં પહેરીને ડાન્સ કરી રહેલી મહિલાઓને જોઈને તેમના પર નકલી નોટો ઉડાવવા બદલ પાંચ જણ સામે નોંધેલી એફઆઈઆર રદ કરતી વખતે આ નિરીક્ષણ કર્યું હતું.

ભારતીય સમાજમાં પ્રવર્તિત નીતિ મૂલ્યોના નિયમોથી પોતે વાકેફ છે પણ મહિલાઓ માટે સ્વિમિંગ કોશ્ચ્યુમ્સ અથવા તો અંગપ્રદર્શન કરતા કપડાં પરિધાન કરવાનું સામાન્ય અને સ્વીકાર્ય થઈ ગયું છે, એમ ન્યા. વિનય જોશી અને ન્યા. વાલ્મિકી સા મેનેઝીસની બેન્ચે જણાવ્યું હતું.

કોર્ટે નોંધ્યું હતું કે એફઆઈઆરમાં જણાવેલી વિગત અનુસાર ટૂંકા કપડાં પહેરીને ઉત્તેજીત નૃત્ય કરવાનું કૃત્ય એવું અશ્લીલ ગણી શકાય નહી જેનાથી જાહેર જનતામાં તે માટે રોષ પેદા થતો હોય. 

પોલીસ અધિકારી પોતાના અંગત મંતવ્ય પ્રમાણે આ કૃત્યને અશ્લીલ માનતા હોય પણ કોર્ટ અશ્લીલતા કોને કહેવાય એનો સંકુચિત અભિગમ રાખશે તો એ જૂનવાણી ગણાશે. આ કેસમાં અમે પ્રગતિશીલ વિચાર ધરાવવાનું પસંદ કરીએ છીએ. આવી બાબતોના નિર્ણય પોલીસ અધિકારીઓના હાથમાં  છોડાય તેમ અમે ઈચ્છતા નથી. એમ બેન્ચે સ્પષ્ટ  કર્યું હતું.

અમે અવારનવાર આવા પોશાક ફિલ્મોમાં જોઈએ છીએ જે સેન્સરશિપ પાસ કરે છે અથવા તો જાહેરમાં બ્યુટી પેજન્ટ્સમાં પણ જોઈએ છીએ. અને દર્શકોમા ંકોઈ ઉશ્કેરાટ જોવા મળતો નથી. ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૪ આ પરિસ્થિતિને લાગુ પડશે નહીં. 

સરકારી પક્ષના કેસ અનુસાર નાગપુરના વોટર પાર્ક અને તિરખુરા ટઈગર પેરેડાઈસ રિસોર્ટમાં બેન્ક્વેટ હોલ ખાતે રેડ પાડવામાં આવતાં ે હોલમાં ટૂંકા પોશાકમાં છ મહિલાઓ અશ્લીલ ચાળા કરીને ઉત્તેજક નૃત્ય કરતી જોવા મળી હતી. ગ્રાહકો પણ તેમની સાથે નૃત્ય કરીને બનાવટી નોટ ઉડાવતા હતા. આથી આ બાબતે એફઆઈઆર નોધવામાં આવી છે. 

જોકે, કોર્ટે નોંધ્યું હતું કે પાંચ જણા  જાહેર જનતામાં રોષ પેદા થાય તેવું કોઈ અશ્લીલ કૃત્ય કરતા ન હતા આથી આ એફઆઈઆર રદ થવાને પાત્ર છે. 


Google NewsGoogle News