ફિલ્મ શૂટિંગ માટે ફલેમિંગનો લગોલગ ડ્રોન ઊડાડાતાં વિરોધ
ડ્રોનથી ફલેમિંગોને ઈજા થવાનો ભય
ઓટીટી પર તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મના ડ નિર્માતા ઉપરાંત એજન્સીઓ સામે કાર્યવાહીની માંગ
મુંબઇ - એક હિન્દી ફિલ્મના ફ્લેમિંગોના દ્રશ્ય માટે ડ્રોન્સનો ઉપયોગ ખૂબ નજીકથી કરવામાં આવ્યો હોવાથી પર્યાવરણવાદીઓ રોષે ભરાયા છે.
નવી મુંબઇના ફ્લેમિંગોસિટી તરીકે ઓળખાતા ટીએસ ચાણક્ય વિસ્તારમાં આ વિવાદાસ્પદ સીનનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. વેટલેન્ડસ અને મડ ફ્લેટસમાં (દરિયા કિનારા પરની ભીની માટી જે ઓટમાં જોઇ શકાય છે.) આરામ કરતા ફ્લેમિંગો ઉપરથી ડ્રોન ઉડાનને શૂટિંગ કરવા સામે નવી મુંબઇની એક સંસ્થાએ મેન્ગ્રોવસેલ અને વન વિભાગને ફરિયાદ કરી છે.
સંસ્થાના ડિરેક્ટરે કહ્યું કે ડ્રોન્સની પાંખો પક્ષીઓ સામે જોખમ ઉભુ કરે છે આથી વધુ ઉંચાઇથી શૂટિંગ થવું જોઇએ. અને પક્ષીઓના જીવનચર્યામાં ખલેલ પહોંચથી નહી જોઇએ. આ અગાઉ પણ આ જ સ્થળ પર ડ્રોન્સ દ્વારા શૂટિંગ કરાયું હતું તેની સામે પર્યાવરણવાદી સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો હતો. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર તાજેતરમાં રીલિઝ કરવામાં આવી છે.
ફિલ્મનિર્માતા, ઓટીટી પ્લેટફોર્મ, નવી મુંબઇ પોલીસ કમિશ્નર, એનઆરઆઇ પોલીસ સ્ટેશન અને સિડકો સામે કાયદાકીય પગલાં ભરવાની માગણી કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (આઇયુસીએન) રેડ લિસ્ટમાં ફ્લેમિંગોને શ્રેણીમાં અસ્તિત્વ સામે જોખમ મૂકવામાં આવ્યું છે. ખારગરના એક વેટલેન્ડસ ગુ્રપના કન્વીનરે કહ્યું કે આ પક્ષીઓ અને તેમના વસવાટના સ્થાનનું રક્ષણ કરવાની માનવીની સામુહિક જવાબદારી છે.
ડીપીએસ ફ્લેમિંગો લેક સહિત ફ્લેમિંગોના વસવાટના મહત્વના સ્થળોનું રક્ષણ કરવા મહારાષ્ટ્ર સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠન કર્યું છે.