યોગ્ય રજા ચિઠ્ઠી વિના લાંબો સમય ગેરહાજર રહેવું અયોગ્યઃ હાઈકોર્ટ
લાંબી રજાનો મુદ્દો નથી પણ યોગ્ય દસ્તાવેજ જરૃરી હોવાની નોંધ
એસટી કર્મચારીને ઓછા પગાર સાથે સેવામાં લેવા નિર્દેશ
મુંબઈ : યોગ્ય રજા ચિઠ્ઠી વિના ફરજ પરથી લાંબો સમય સુધી કારણ જણાવ્યા વિના ગેરહાજર રહેવું અયોગ્ય હોવાનું બોમ્બે હાઈ કોર્ટે નોંધ્યું હતું.
લેબર કોર્ટે ગેરહાજર કર્મચારીને ૨૫ ટકા પગાર ચૂકવણી સાથે ફરી સેવામાં લેવાના આપેલા આદેશને ફેરવી શકાય નહીં કેમ કે માલિક તેને પડકારવામાં નિષ્ફળ ગયો હોવાનું હાઈકોર્ટે નોંધ્યું હતું. જોકે ઈન્ડસ્ટ્રીયલ કોર્ટનો નક્કર કારણના અભાવે પાછોતરો પગાર વધારીને ૧૦૦ ટકા કરવાનો નિર્ણય અયોગ્ય ઠેરવ્યો હતો.
કેસની વિગત અનુસાર દત્તાત્રેય ગણપત (પ્રતિવાદી) મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એમએસઆરટીસી)માં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. ૧૭ જાન્યુઆરી ૧૯૯૧ના રોજ તેને રાજગુરુનગર ડેપોમાંથી બારામતી ડેપોમાં ટ્રાન્સફર કરાયો હતો અને એ જ દિવસે છૂટો કરાયો હતો. જોકે પ્રતિવાદી બારામતીમાં હાજર થયો ન હોવાથી અનધિકૃતપણે ગેરહાજર રહ્યાનો આરોપ કરાયો હતો. ખાતાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી.
મંચર ખાતે એમએસઆરટીસીમાં પ્રતિવાદીએ અતિક્રમણ કર્યાનો આરોપ થયો હતો. પ્રતિવાદીએ કથિત શેડ પિતાનો હોવાનું જણાવ્યું હતું. પ્રતિવાદીને પહેલી નોટિસને આદારે ૨૫ એપ્રિલ ૧૯૯૫ના રોજ બરતરફ કરાયો હતો. આની સામે કરાયેલી અપીલ ફગાવાઈ હતી જેને પગલે બીજી અપીલ થઈ હતી એ પણ ફગાવી દેવાઈ હતી. આથી લેબર કોર્ટમાં ધા નાખી હતી. ફરિયાદને કોર્ટે ફગાવી ગીધી હતી પણ ઈન્ડસ્ટ્રીયલ કોર્ટે માન્ય કરી હતી અને લેબર કોર્ટને નવેસરથી નિર્ણય લેવા જણાવ્યું હતું.
લેબર કોર્ટે આ વખતે ગેરવર્તણૂક સ્થાપિત થતી નહોવાનું જણાવીને એમએસઆરટીસીને આરોપ પુરવાર કરવાની તક આપી હતી. પરંતુ તે પુરવાર કરી શકી નહોતી. આથી લેબર કોર્ટે ૨૫ ટકા વેતન સાથે સેવામાં લેવા જણાવ્યું હતું. લેબર કોર્ટના નિર્ણયને બંને પક્ષે ઈન્ડસ્ટ્રીયલ કોર્ટમાં પડકાર્યો હતો. અહીં એમએસઆરટીસીની અરજી ફગાવાઈ જ્યારે પ્રતિવાદીની અરજી માન્ય કરીને ૧૦૦ ટકા વેતન સાથે સેવામાં લેવાનું જણાવાયું હતું.આથી એમએસઆરટીસીએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.
હાઈકોર્ટે નોંધ કરી હતી કે પ્રતિવાદી બારામતી ડેપોમાં ફરજ પર હાજર રહ્યો નહોતો. નોટિસ આપ્યા પછી પણ અઢી વર્ષ તેણે દાદ આપી નહોતી. વધુમાં ૨૫ ટકા વેતન સાથે સેવામાં લેવાના આદેશને એમએસઆરટીસીએ પડકાર્યો નહોવાથી અંતિમ હતો. આથી હાઈ કોર્ટે હવે ઈન્ડસ્ટ્રીય કોર્ટે વેતન ૧૦૦ ટકા વધારવાના આપેલા આદેસની યોગ્યતા તપાસી હતી. પ્રતિવાદીની ગેરહાજરીને લઈને કોઈ વિવાદ નહોતો પણ તેની પાછળનો ખુલાસો અસ્પષ્ટ હતો. પ્રતિવાદીઓ યોગ્ય પ્રક્રિયા હાથ ધરીને રજા લીધી નોહતી આથી તેના તરફથી નિયમનો ભંગ થયો છે. આથી રજા માટે યોગ્ય કારણ હોવા છતાં યોગ્ય રજા ચિઠ્ઠી અને નેડિકલસર્ટિફરિકેટ રજૂ કરવું જરૃરી હતું. રાજ્ય પરિવહન નિગમ નુકસાન કરતું હોવાથી વધારાનું આર્થિક બોજ આવશે એવી નોંધ પણ કોર્ટે કરી હતી. કોર્ટે ૫૦ ટકા વેતન સાથે સેવામાં લેવાનો આદેશ આપ્યો હતો.