Get The App

લશ્કરી હિલચાલના લાઇવ કવરેજ દેખાડવાની મનાઇ

Updated: Apr 27th, 2025

GS TEAM


Google News
Google News
લશ્કરી હિલચાલના લાઇવ કવરેજ દેખાડવાની મનાઇ 1 - image


ઇલે. મિડિયા, ન્યુઝ એજન્સીઓ જવાબદારીપૂર્વક વર્તે

મુંબઇના ૨૬/૧૧ના ટેરરિસ્ટ અટેક અને કારગિલ યુદ્ધ વખતે લાઇવ કવરેજના માઠા પરિણામ ભોગવવા પડયા હતા

મુંબઇ  -  કાશ્મીરના પહલગામમાં ખોફનાક આતંકવાદી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન સરહદ પર સર્જાયેલી તણાવપૂર્ણ સ્થિતિને લીધે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કોઇ પણ જાતની લશ્કરી હિલચાલ તેમજ લશ્કરી કાર્યવાહીનું લાઇવ કવરેજ દેખાડવાની ઇલેકટ્રોનિક મિડિયા, સોશ્યલ મિડિયા તેમજ ન્યુઝ એજન્સીઓને મનાઇ ફરમાવવામાં આવી છે.

કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલી એડવાઇઝરી અનુસાર સેના તરફથી  હાથ ધરવામાં આવતા  ઓપરેશન સેનાના જવાનોની હેરફેર એન્ટી-ટેરરીસ્ટ ઓપરેશન તેમજ સરહદી વિસ્તારમાં દુશ્મન દેશનો મુકાબલો કરવા માટે ચાલી રહેલી તૈયારી સહિત કોઇ પણ ઘટનાનું રિયલ-ટાઇમ લાઇવ કવરેજ ન દેખાડવાની અને જવાબદારીપૂર્વક સંયમ જાળવી ફરજ બજાવવાની સલાહ આપવામાં આવી છે.

૨૦૦૮માં મુંબઇમાં  ૨૬/૧૧ના સૌથી વિનાશક આતંકવાદી હુમલા વખતે ટીવી ન્યુઝ ચેનલોએ લાઇવ કવરેજ દેખાડતા એના માઠા પરિણામો ભોગવવા પડયા હતા. આ લાઇવ કવરેજને આધારે પાકિસ્તાનમાં બેઠેલા ટેરરિસ્ટોના આકાઓ મુંબઇમાં ખાનાખરાબી સર્જતા આતંકવાદીઓને પળેપળની  જાણકારી આપતા હતા અને કયા પોલીસ અને સુરક્ષા રક્ષકોનો બંદોબસ્ત છે એ વિશો સતર્ક કરતા હતા. આ પહેલાં કારગિલ યુદ્ધ વખતે પણ ઇલેક્ટ્રોનિક મિડિયાએ લાઇવ કવરેજ દેખાડતા ભારતે સહન કરવું પડયું હતું. આ બાબત ધ્યાનમાં  લઇને સંયમપૂર્વક વર્તવાની મિડિયાને સલાહ આપવામાં આવી છે.

માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી તમામ ટી.વી. ચેનલોને કેબલ ટેલિવિઝન નેટવર્ક (એમેન્ડમેન્ટ) રૃલ ૬(૧)(પી)નું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.


Tags :