Get The App

ભિવંડીમાં બંધ કતલખાનામાં પશુની ચરબીમાંથી નકલી ઘીનું ઉત્પાદન

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
ભિવંડીમાં બંધ કતલખાનામાં પશુની ચરબીમાંથી નકલી ઘીનું ઉત્પાદન 1 - image


અનેક હોટલો, રેસ્ટોરાં તથા ફેરિયાઓને સપ્લાય થતો હતો 

સ્થાનિક પાલિકાની ટીમે રેડ પાડી 15 કિલો વજનના વીસથી વધુ ડબ્બા જપ્ત કર્યા

મુંબઈ :  ભિવંડીમાં એક બંધ પડેલા કરાખાનામાં ભેંસની ચરબીમાંથી મોટા પ્રમાણમાં નકલી ધી બનાવવાનું જંગી રેકેટ મહાપાલિકાએ ગઈકાલે પકડી પાડયું હતું. આ નકલી ધીના કારખાનામાં તૈયાર થતું ઘી નાની હોટેલો, રેસ્ટોરાં અને ખાદ્યપદાર્થો વેંચતા ફેરિયાઓને પહોંચાડવામાં આવતું હતું.

ભિવંડીની ખાડી પાસે બંધ પડેલા એક સ્લોટર હાઉસમાં કતલ કરવામાં આવેલી ભેંસો અને પાડાના શરીરના અવયવોમાંથી ચરબી કાઢી તેને સૂકવવામાં આવ્યા બાદ નકલી ઘી તૈયાર કરવામાં વપરાયું હતું. આ બાબતમાં ફરિયાદ મળ્યા પછી ભિવંડી-નિઝામપુર મહાપાલિકાના કમિશનરના આદેશને પગલે રેડ પાડવામાં આવી હતી.

આ જગ્યાએથી બનાવટી ઘી તૈયાર કરવા માટેની મોટી કડાઈઓ,  મોટી ભઠ્ઠી મળી આવી હતી. પાલિકાની ટીમે છાપો માર્યો ત્યારે ત્યાંના કામગારોએ પશુના અવશેષો ધગધગતી ભઠ્ઠીમાં ફેંકીને સળગાવી દીધાં હતાં. આ જગ્યાએથી ૧૫ કિલો વજનના નકલી ઘીના ૨૦થી વધુ પેક ડબ્બા હસ્તગત કરવામાં આવ્યા હતા. 

ગુજરાતીઓની બહોળી વસતી ધરાવતા પાવરલૂમ સિટી ભિવંડીમાં આ રીતે નકલી ઘી બનાવી લોકોના આરોગ્ય સામે ખેલ ખેલનારા વિરુદ્ધ સ્થાનિક ભોઈવાડા પોલીસ સ્ટેશનમાં પાલિકા ફરિયાદ નોંધાવશે. અત્યારે પકડાયેલા બનાવટી ઘીને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યું છે.



Google NewsGoogle News