મીરા ભાયંદરમાં દહીં હાંડીમાં 21 લાખ સુધીનાં ઈનામો
અભિનેત્રી અમિષા પટેલ પણ હાજરી આપશે
જુદી જુદી દહીં હાંડી નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સાહઃ ગોવિંદા ટોળીઓ માટે વીમાની પણ જાહેરાત
મુંબઈ : આ વખતે મીરા-ભાઈંદરમાં એક થી એક ચઢીયાતી દહીં હાંડી રાખવામાં આવી છે. જેમાં પૈસાનો વરસાદ થવાનો છે. કેટલીક દહીં હાંડીમાં સાતથી નવ લાખ તો કેટલીક નવ હાંડીમાં ૨૧ લાખથી વધુના ઈનામોની પણ ઘોષણા કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં દહીં હાંડીની પ્રેક્ટિસ કેટલાય દિવસોથી ગોવિંદા ટોળીઓ દ્વારા ચાલી રહી છે. લોકોમાં આ દહીં હાંડી માણવા માટે ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.
ંઆ વખતે સૌથી મોટી દહીંહાંડી વિધાનસભ્ય ગીતા જૈનની છે. ૨૧ લાખ ૫૧ હજાર રૃપિયાના ઈનામની આ દહીંહાંડી ભાયંદર-વેસ્ટમાં બાવન જિનાલય (જૈન મંદિર) પાસે ૬૦ ફૂટ રોડના અહિંસા ચોકમાં બાંધવામાં આવશે. મુખ્યમંત્રી એકનાથ શિંદે આ વખતે પણ દહીંહાંડીમાં હાજરી આપશે.
ત્યારબાદ ૫,૫૫,૫૫૫ રૃપિયાની દહીં હાંડી મીરારોડ ના પૂનમસાગર કોમ્પ્લેક્સ માં રાખવામાં આવી છે.
આનાથી મોટી દહીં હાંડી ભાયંદર ના બીપી રોડ પર ઇસ્ટ વેસ્ટ ફાઉન્ડેશન ની છે જે ૭,૭૭,૭૧૧ રૃપિયા ની છે. પ્રતાપ ફાઉન્ડેશન વતી મીરા રોડ સ્થિત શાંતિ પાર્કમાં બેન્ક ઓફ ઈન્ડિયા સર્કલ ખાતે આનાથી પણ મોટી દહીંહાંડી બાંધવામાં આવશે. દહીંહાંડીની ઈનામની રકમ ૧૧, ૧૧, ૧૧૧ રૃપિયા છે. ૯ થરની સૌથી ઊંચી દહીં હાંડી તોડનાર ગોવિંદા ટોળીને અપાશે.
ભાયંદર વેસ્ટના મેક્સસ સિને મોલના મેદાનમાં યોજાનારી દહી હાંડીમાં 'ગદ્દર'ની અભિનેત્રી અમિષા પટેલ પણ હાજર રહેવાની હોવાની જાહેરાત કરવામાં આવી છે.
સંખ્યાબંધ દહીં હાંડી આયોજકો દ્વારા ગોવિંદાઓ માટે વીમા કવરની પણ જાહેરાત કરવામાં આવી છે.