વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23000 કરોડ રૃપિયાની મેરીટાઇમ યોજનાઓ લોન્ચ કરી

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23000 કરોડ રૃપિયાની મેરીટાઇમ યોજનાઓ લોન્ચ કરી 1 - image


વડાપ્રધાને બ્લુ ઇકોનોમીનો લાંબા ગાળાનો વિઝન ડોક્યુમેન્ટ રજૂ કર્યો 

મુંબઇમાં 3જી ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયા સમિટનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાને  ઉદ્ઘાટન કર્યું 

મુંબઇ :  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંંગળવારે ૨૩,૦૦૦ કરોડ રૃપિયાના મેરીટાઇમ પ્રોજેક્ટ્સની શરૃઆત કરી હતી અને બ્લુ ઇકોનોમીનો એટલે કે દરિયાઇ અર્થતંત્ર માટે લાંબા ગાળાનો વિઝન ડોક્યુમેન્ટ પણ જારી કર્યો હતો. આ ડોક્યુમેન્ટમાં બંદરોની સુવિધાઓ વધારવાની, પર્યાવરણને અનુકૂળ ટકાઉ પદ્ધતિઓને ઉત્તેજન આપવાની અને આંતરરાષ્ટ્રીય સહકાર સાધવા વ્યૂહાત્મક પગલાં ભરવાની રૃપરેખા આપવામાં આવી હોવાનું સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું. 

મુંબઇમાં યોજાઇ રહેલી ગ્લોબલ મેરીટાઇમ ઇન્ડિયાની ત્રીજી  સમિટનું વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરી વડા પ્રધાને ભારતીય મેરીટાઇમ બ્લુ ઇકોનોમી માટે અમૃતકાલ વિઝન ૨૦૪૭ સાથે અનુરૃપ ૨૩,૦૦૦ કરોડ રૃપિયા કરતાં વધારે કિંમતના પ્રોજેક્ટસનું ખાતમૂહુર્ત કરી તેમને દેશને અર્પણ કર્યા હતા. 

આ સમિટમાં મેરીટાઇમ સેક્ટરના મહત્વના મુદ્દે ચર્ચાવિચારણા કરવામાં આવશે. જેમાં ભવિષ્યના બંદરો, ડીકાર્બનાઇઝેશન, કોસ્ટલ શિપિંગ અને આંંતકજળ વ્યવહાર, શિપ બિલ્ડિંગ, સમારકામ તથા રિસાયકલિંગ, ફાયનાન્સ, મેરીટાઇમ કલસ્ટર અને મેરીટાઇમ પ્રવાસન જેવા મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે.

વડા પ્રધાને ગુજરાતમાં દીનદયાલ પોર્ટ ઓથોરિટી ખાતે ૪૫૦૦ કરોડ રૃપિયાના ખર્ચે  બારમાસી ડીપ ડ્રાફ્ટ ટર્મિનલ બાંધવા માટે શિલાન્યાસ કર્યો હતો. આ ગ્રીન ફિલ્ડ ટર્મિનલ પબ્લિક- પ્રાઇવેટ પાર્ટનરશિપ-પીપીપી મોડમાં વિકસાવવામાં આવશે. આ ટર્મિનલ સૂચિત ઇન્ડિયા-મીડલ ઇસ્ટ-યુરોપ ઇકોનોમિક કોરિડોર માટે ભારતમાં વેપાર કરવા માટે ગેટવેની ગરજ સારશે અને ઇન્ટરનેશનલ ટ્રેડ હબ તરીકે ઉપસશે. આ ઉપરાંત વડાપ્રધાને મેરીટાઇમ સેક્ટરમાં ગ્લોબલ અને નેશનલ પાર્ટનરશિપમાં  ૭.૧૬ લાખ કરોડ રૃપિયાના ૩૦૦ એમઓયુ પણ સમર્પિત કર્યા હતા. મુંબઇમાં  ઓગણીસ ઓક્ટોબર સુધી  ચાલનારી  આ સમિટમાં યુરોપ,આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના  પ્રધાનો, ગ્લોબલ સીઇઓ , બિઝનેસ લીડર્સ તથા અન્ય હિસ્સેદારો ભાગ લેશે.  



Google NewsGoogle News