વડાપ્રધાન મોદીને 19મીએ શિવ સન્માન એવોર્ડ અપાશે
છત્રપતિ શિવાજી મહારાજના પરિવાર વતી અપાશે
શિવાજી મહારાજની જયંતીએ સાતારામાં અપાશેઃગયાં વર્ષે ટિળક એવોર્ડ અપાયો હતો
મુંબઈ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી તા. ૧૯મીે ફેબુ્રઆરીએ 'શિવ સન્માન' એવોર્ડ એનાયત કરાશે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ પરિવાર દ્વારા આ સન્માન અપાશે. તા. ૧૯મીએ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન સાતારામાં રુબરુ ઉપસ્થિત રહી આ એવોર્ડ સ્વીકારશે.
છત્રપતિ શિવાજી મહારાજના ૧૩મા વંશજ અને ભાજપના રાજ્યસભાના સાંસદ છત્રપતિ ઉદયનરાજે ભોસલેએ પીએમ નરેન્દ્ર મોદીને શિવ સન્માન એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી.
સાતારાના સૈનિક સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય સમારોહમાં એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ સમારોહ માટે જિલ્લી વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનને ગયાં વર્ષે પહેલી ઓગસ્ટે પુણેમાં લોકમાન્ય ટિળક નેશનલ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. આ એવોર્ડ માટે પીએમ મોદીની પસંદગીથી વિવાદ પણ થયો હતો કારણ કે ટિળક એવોર્ડ આપનારા ટિળક પરિવારના મોટાભાગના સભ્યો કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને તેમણે પીએમ મોદીની પસંદગી શા માટે કરી તેવા સવાલો મહારાષ્ટ્રના કોંગ્રેસના કેટલાક નેતાઓએ ઉઠાવ્યા હતા. જોકે, ટિળક પરિવારના સભ્યોએ કહ્યુ ંહતું કે આ એવોર્ડ સંપૂર્ણ પણે બિનરાજકીય છે.
આ એવોર્ડ સમારોહમાં એનસીપના પ્રમુખ શરદ પવાર પણ વડાપ્રધાન મોદી સાથે એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.