Get The App

રાહુલ ગાંધી સામે વીર સાવરકરની બદનામીનો પ્રથમદર્શીય કેસ બને છેઃ પોલીસ

Updated: May 28th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધી સામે વીર સાવરકરની  બદનામીનો  પ્રથમદર્શીય કેસ બને છેઃ પોલીસ 1 - image


પોલીસે કોર્ટમાં અહેવાલ રજૂ કર્યો

રાહુલ ગાંધીએ લંડનમાં આપેલાં એક ભાષણના આધારે સાવરકરના ભાઈના પૌત્ર દ્વારા ફરિયાદ 

મુંબઈ, :  લંડનમાં ૨૦૨૩માં આપેલા ભાષણમાં હિન્દુ વિચારધારાની બદનામી કરવાના આરોપ હેઠળ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે વીર સાવરકરના ભાઈના પૌત્ર સત્યકી સાવરકરે કરેલી ફરિયાદમાં પ્રથમદર્શી સચ્ચાઈ હોવાનું પુણે પોલીસે કોર્ટમાં જણાવ્યું હતું.

ફર્સ્ટ ક્લાસ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ આક્ષી જૈન સમક્ષ રજૂ કરેલા તપાસ અહેવાલમાં ઉક્ત બાબત જણાવી હતી, એમ ફરિયાદીના વકિલ સંગ્રામ કોલ્હટકરે જણાવ્યું હતું.

ગયા વર્ષે એપ્રિલમાં બદનક્ષીની ફરિયાદ કોર્ટમાં કરવામાં આવી હતી. કોર્ટે વિશ્રામબાગ પોલીસને પુરાવા ચકાસીને ૨૭ મે સુધીમાં અહેવાલરજૂ કરવા જણાવ્યું હતું.

ફરિયાદ અનુસાર રાહુલ ગાંધીએ ભાષણમાં જણાવ્યું હતું કે સાવરકરે એક પુસ્તકમાં લખ્યું હતું કે તેમણે અને અન્ય પાંચ-છ મિત્રોએ મુસ્લિમ શખસની પીટાઈ કરી હતી અને સાવરકરને આનંદ થયો હતો.

રાહુલે કરેલા આરોપો કાલ્પનિક,ખોટા અને બદઈરાદાપૂર્વકના ગણાવીને સાવરકરે આવું ક્યાંય ક્યારેય લખ્યું નહોવાનો દાવો કરાયો હતો.

પોલીસે અહેવાલમાં જણાવ્યું હતું કે તપાસમાં એવું ક્યાંય મળ્યું નથી કે સાવરકરે કોઈ પુસ્તકમાં આવો ઉલ્લેખ કર્યો હોય.



Google NewsGoogle News