Get The App

આકરા ઉનાળામાં શાકભાજીની આવક ઘટતાં ભાવો વધ્યા

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
આકરા ઉનાળામાં શાકભાજીની આવક ઘટતાં ભાવો વધ્યા 1 - image


ભારે તડકા સાથે શાકના ભાવોમાં ભડકો

ફણસીનો ભાવ 200 રૃપિયા સુધી પહોંચ્યો : કોથમીર અને ભાજીની કિંમત બમણી થઇ

મુંબઈ :  ઉનાળાની ગરમીએ આખા મહારાષ્ટ્રને ધગધગતી ભઠ્ઠીમાં ફેરવી નાખતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થવાથી ભાવ ભડકવા માંડયા છે. નવી મુંબઇની એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)ની જથ્થાબંધ બજારમાં ફણસી, ફ્લાવર, કાકડી, સરગવાની શિંગ, કોથમીર, મેથી, મૂળા, પાલક અને વટાણાના ભાવ ઝડપથી ઉંચે ચડવા માંડયા છે.

ગયા અઠવાડિયે હોલસેલ માર્કેટમાં ફણસી ૬૦થી ૭૦ રૃપિયે કિલો વેંચાતી હતી, અત્યારે ૯૦થી ૧૦૦ રૃપિયે કિલો વેંચાય છે. જ્યારે છુટકમાં ફણસી ૧૬૦થી ૨૦૦ રૃપિયે કિલો વેંચાય છે. ફ્લાવર લગભગ ૧૨ રૃપિયાને બદલે ૧૮ રૃપિયે વેંચાય છે. સરગવાની શિંગ ૨૪ રૃપિયે વેંચાતી જે અત્યારે ૩૫ રૃપિયે વેંચાય છે. રિટેલ માર્કેટમાં કોથમીરની જૂડી ૨૫થી ૩૦ રૃપિયે, મેથી ૨૫થી ૬૦ રૃપિયે અને પાલક ૨૦થી ૨૫ રૃપિયે વેચાય છે. એક અઠવાડિયામાં ભાજી અને કોથમીરના ભાવ બમણા થઇ ગયા છે. માત્ર ટમેટા, કારેલા, સિમલા મરચાં અને લીલા મરચાના ભાવ હજી કાબૂમાં છે.માર્કેટના વેપારીઓેએ કહ્યું હતું કે શાકભાજીની આવક ઘટી છે. બીજુ સખત તાપને લીધે શાકભાજી સૂકાઇ જવાનું અને બગડવાનું પ્રમાણ વધી ગયું છે, એટલે ભાવ ઉંચકાયા છે. 

રાજકોટની જેમ એપીએમસીની દુકાનો બપોરે બંધ

નવી મુંબઇમાં ઉષ્ણતામાનનો પારો ૪૦ ડિગ્રીથી વધી જતા રાજકોટની જેમ ભાજીપાલા માર્કેટના દુકાનદારો રાજકોટની જેમ બપોરે ૧૨થી ૪ દુકાનો બંધ રાખવા માંડયા છે. ભારે ગરમીમાં શાકભાજી પર સતત પાણી છાંટવું પડે છે.



Google NewsGoogle News