તહેવારો ટાણે શાકભાજીના ભાવોમાં 30થી 40 ટકાનો વધારો

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
તહેવારો ટાણે શાકભાજીના ભાવોમાં 30થી 40 ટકાનો વધારો 1 - image


ગણેશોત્સવ પછી આવક વધવાની આશા

ગણેશોત્સવમાં અનેક લોકો નોનવેજથી દૂર રહેતા હોવાથી શાકની ખપતમાં વધારા

મુંબઇ :  ગણેશોત્સવમાં શાકભાજીના ભાવ ઉંચે જવા માંડયા છે. એટલું જ નહીં કાંદા-બટેટા પણ  મોંઘા થયા છે. તહેવારોમાં લોકો મોટે ભાગે શાકાહાર જ કરતા હોવાથી તેમ જ માર્કેટોમાં માલની ઓછી આવકને કારણે શાકબાજી મોંઘા થયા છે.

નવી મુંબઇ ભાજીપાલા માર્કેટના વેપારીઓના જણાવ્યા મુજબ ગણેશોત્સવ પૂરો થયા પછી કેતરોમાંથી એપીએમસી માર્કેટોમાં માલની આવક વધવા માંડતા ભાવ આપોઆપ નીચે જવા માંડશે. અત્યારે તો શાકભાજીના ભાવમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો જોવા મળે છે.

વટાણાનો કિલોનો ભાવ હોલસેલમાં ૫૦ થી ૬૦ રૃપિયા અને છૂટકમાં ૮૦ થી ૧૦૦ રૃપિયા, ફણસી, ગુવાર, સુરણનો જથ્થાબંધ ભાવ ૪૦ થી ૫૦ રૃપિયા અને રિેટેલમાં ૮૦ થી ૧૦૦ રૃપિયા છે.

લીલા મરચા હોલસેલમાં ૪૦ થી ૫૦ રૃપિયા અને રિટેલમાં ૮૦ થી ૧૦૦ રૃપિયે કિલો વેંચાય છે. આવી જ રીતે રિંગણા અને સિમલા મરચા હોલસેલમાં ૩૦ થી ૪૦ રૃપિયા અને છૂટકમાં ૬૦ થી ૮૦ રૃપિયાના ભાવે વેંચાય છે. ટમેટાના ભાવ ગગડી ગયા છે.



Google NewsGoogle News