મિલકતમાં બેદખલ સંતાનો દ્વારા કાયદાનો દુરપયોગ અટકાવોઃ હાઈકોર્ટ
સિનિયર સિટિઝન ટ્રિબ્યુનલને હાઈ કોર્ટની સૂચના
વારસાઈના વિવાદ ઉકેલવા અન્ય કાયદાઓનો જોગવાઈનો ઓજાર તરીકે ઉપયોગ ન થાય ઃ પિતાના ગિફ્ટ ડીડને રદ કરતા ટ્રિબ્યુનલના આદેશને ફગાવ્યો
મુંબઈ : સિનિયર સિટિઝનોની સ્થાવર મિલકતમાં હિસ્સો નેકાર્યો હોય એવા સંતાનો દ્વારા કાયદાનો દુરુપયોગ થાય નહીં એની તકેદારી લેવા મેઈન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટિઝન્સ એક્ટ હેઠળ મેઈન્ટેનન્સ ટ્રિબ્યુનલે તકેદારી લેવી જોઈએ એમ બોમ્બે હાઈ કોર્ટે જણાવ્યું હતું.
કાયદાની કેટલીક જોગવાઈઓ કાનૂની વારસદારો વચ્ચે મિલકત વિવાદ ઉકેલવાની મશીનરી તરીકે વાપરાવી જોઈએ નહીં કેમ કે દુર્ભાગ્યવશ આવા પ્રકારની કવાયત પક્ષકારો અનેક કેસમાં હાથ ધરતા હોય છે.
આમ કરતાં કોર્ટે વયસ્ક પિતાની તરફેણમાં કરાયેલા ગિફ્ટ ડીડને રદબાતલ કરતા ટ્રિબ્યુનલના આદેશને પડકારતી અરજીને માન્ય કરી હતી.અરજદારે આરોપ કર્યો હતો કે પિતા તેમના અન્ય પુત્ર વતી ટ્રિબ્યુનલમાં ગયા હતા જેની સાથે તેઓ હાલ રહે છે કેમ કે તે પુત્ર તેમની મિલકતમાં રસ ધરાવે છે.
ન્યા. મારણેની બેન્ચે ૧૦ એપ્રિલે આદેશ આપ્યો હતો. આ કેસમાં ત્રણ પુત્રોએ કાયદાની જોગવાઈ હેઠળ ગઠીત ટ્રિબ્યુનલના ઓક્ટોબર ૨૦૨૨ના આદેશને પડકાર્યો હતો.
ટ્રિબ્યુનલે પિતાની અરજીને માન્ય કરી હતી અને તેમણે કાંદિવલીના બે ફ્લેટ અને અંધેરીના એક ફ્લેટ માટે અરજદારની તરફેણમાં બનાવેલી ગિફ્ટ ડીડ ને રદબાતલ ઠેરવી હતી. ટ્રિબ્યુનલે અરજદારને ત્રણ ફેલ્ટ ખાલી કરીને પિતાને સોંપવાનો નિર્દેશ આપ્યો હતો.
ફેબુ્રઆરી ૨૦૨૨માં પિતાએ ટ્રિબ્યુનલમાં અરજી કરીને અરજદાર પુત્રને ગિફ્ટ કરેલી વિવિધ મિલકતો પાછી મેળવા અને મહિને રૃ. ૫૦ હજારની ચૂકવણી માટે અરજી કરી હતી. અરજીમાં જણાવ્યું હતુંં કે ફેબુ્રઆરી ૨૦૧૯માં પત્ની અવસાન પામ્યા બાદ અરજદારે ચાર ગિફ્ટ ડીડ બનાવડાવ્યા હતા અને ત્યાર બાદ નોકરોને કાઢી મૂકીને તેની સાથે ખરાબ વર્તાવ કર્યો હતો અને એક જ રૃમમાં ગોંધી રાખ્યો હતો.
પિતાઅ સુરત રહેતા અન્ય પુત્ર સાથે રહેવા મુંબઈ છોડયું હતું અને દાવો કર્યો હતો કે તેની પાસે આવકનું કોઈ સાધન નથી કે કોઈ સ્થાવર કે જંગમ મિલકત રહી નથી અને આથી આ મિલકતો પોતાને પાછી આપવામાં આવે. િ ટ્રબ્યૂનલે અરજી માન્ય કરી હતી. અરજદારે હાઈકોર્ટમાં આદેશ પડકાર્યો હતો.
અરજદાર વતી વકિલોએ દલીલ કરી હતી કે પિતા ક્યારે પણ આ ફ્લેટોના એક માત્ર માલિક રહ્યા નથી અને અરજદાર સંયુક્ત માલિકી ધરાવતા હોવાથી ટ્રિબ્યુનલે ખોટી રીતે આદેશ આપ્યો છે અને ફ્લેટ ખાલી કરવાનો નિર્દિેશ આપી શકે નહીં આથી આદેશ રદ થવો જોઈએ.
સિનિયર સિટિઝન એકટની જોગવાઈને વરિષ્ઠ નાગરિકના વારસદારો વચ્ચે મિલકત વિવાદને સુલજાવવા ઓજાર તરીકે વાપરવી જોઈએ નહીં.જોકે પક્ષકારો અનેકવાર આ ઉપાય અજમાવતા હોય છે, એમ કોર્ટે નોંધ્યું હતું.
જજે ટ્રિબ્યુનલનો આદેશ રદ કર્યો હતો તેમ જ પ્રતિવાદી પિતાની દેખભાળ રાખવામાં આવે એમાટે અરજદારને પિતાને અંધેરીનો ફ્લેટ રહેવા આપવા અને તેને મહિને રૃ. પચ્ચીસ હજારનું ભરણપોષણ આપવાનો આદેશ આપીને અરજીનો નિકાલ કર્યો હતો.