રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિ શિંગણાપુરમાં શનૈશ્વરના દર્શને
દરવાજા વિનાના ગામમાં રાષ્ટ્રપતિ પહોંચ્યા
ચબુતરા પરથી તેલાભિષેક કર્યો અને પછી મહાપ્રસાદ લીધો
મુંબઇ : મહારાષ્ટ્રની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મૂએ આજે શનિ-શિંગણાપુર જઈ શનૈશ્વરની મૂર્તિના દર્શન કર્યા હતા અને ચબુતરા પર જઈને તેલાભિષેક કર્યો હતો. ત્યાર બાદ મહાપ્રસાદ લીધો હતો.
અહમદનગર જિલ્લા પ્રશાસન વતી પાલક પ્રધાન રાધાકૃષ્ણ વિખે પાટીલે રાષ્ટ્રપતી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
શનિ શિંગણાપૂર તીર્થધામનું બહુ જ મહાત્મય છે અને દેશ-વિદેશથી શનિ મહારાજના ભક્તો દર્શને આવે છે. શિંગણાપુર ગામની ખાસિયત છે કે ત્યાં કોઈ ઘરમાં દરવાજા નથી. એટલે સુધી કે બેન્કોમાં પણ દરવાજા નથી. આસ્થાળુઓ માને છે કે શનિ મહારાજ સહુનું રક્ષણ કરે છે અને કોઈ ચોરી કરે તો તેને શનિ મહારાજ સજા કરે છે.