6 મહિનાની પુત્રીને દૂધ પીવડાવવા ખાતર માતાને કોર્ટમાં હાજર કરો

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
6 મહિનાની પુત્રીને દૂધ પીવડાવવા ખાતર માતાને કોર્ટમાં હાજર કરો 1 - image


પ્રેમ લગ્ન બાદ પીયરે જતી રહેલી પત્નીને હાજર કરવા પતિની અરજી

માતા બીમાર હોવાનું કહી યુવતીને પીયર બોલાવી લીધી : કોર્ટે કહ્યું પતિ સાથે ન ફાવતું હોય તો બાળકીને સાથે લઈ જાય

મુંબઈ :  ફેબુ્રઆરી ૨૦૨૪માં પત્ની પીયરે ગયા બાદ પાછી અવાવાનું નામ નહીં લેતાં તેના પતિએ બોમ્બે હાઈ કોર્ટમાં પત્નીને હાજર કરવાની દાદ માગી હતી. છ મહિનાની  બાળકીને ત્યજીને પીયરે જતી રહી છે આથી માતાનું દૂધ પીવડાવવા તો તેને હાજર કરવામાં આવે એવી વિનંતી પતિએ કોર્ટ સામે કરી  છે.

કોલ્હાપુરના દંપતીના લગ્ન ૧૪ ડિસેમ્બર ૨૦૨૨માં થયા હતા. પત્ની રાજસ્થાનની બ્રાહ્મણ હતી જ્યારે પતિ મરાઠા હતો. લાંબો સમય પ્રેમ ચાલ્યા બાદ થયેલા લગ્ન માટે યુવતીના ઘરનો વિરોધ હતો. છ મહિના પહેલાં તેમને પુત્રી જન્મી હતી. પુત્રી છ મહિનાની હતી ત્યારે માતા પીયરે જતી રહી હતી. વારંવાર સંપર્ક કરવા છતાં પાછી આવી નહોવાતી પતિએ કોર્ટમાં દાદ માગી હતી.

છોકરીના માતાપિતાએ ગુમ થયાની પોલીસ ફરિયાદ લખાવી હતી. જ્યારે પોલીસ સામે યુવતીએ મરજીથી લગ્ન કર્યાનું નિવેદન આપ્યું હતું.  થોડો સમય પૂર્વે માતા બીમાર હોવાનું કહીને યુવતીને પીયર બોલાવી લીધી હતી. યુવતી ચાર મહિનાની પુત્રીને સાસરામાં મૂકીને પીયર જતી રહી હતી. છ મહિનાની બાળકીને માતાના દૂધની આવશ્યકતા છે. પતિએ કોર્ટને વિનંતી કરી હતી કે બાળકી માટે પણ માતાને કોર્ટમાં હાજરક રવાનો નિર્દેશ આપવામાં આવે.

ન્યા. બોરકરની વેકેશન બેન્ચ સમક્ષ અરજીની સુનાવણી થઈ હતી. યુવતીના વકિલે દલીલ કરી હતી કે તેમની દીકરીને પરેશાન કરવામાં આવે છે એટલે પીયરે આવી ગઈ છે. બધુ બરાબર હોય તો કોઈ યુવતી બાળકીને છોડીને આવે નહીં. માતા પાછી આવવા ન માગતી હોય તો બાળકીને સાથે લઈ જાય અને જો આગામી સુનાવણીમાં પત્ની કોર્ટમાં હાજર કરવામાં આવશે નહીં તો કડક કાર્યવાહી કરાશે, એમ જણાવીને કોર્ટે ૨૯ મેના રોજ સુનાવણી રાખી છે.



Google NewsGoogle News